આજનાં સમયની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે.જો તમારા વાળ પણ નાની ઉંમરમાં સફેદ થાય છે તો આ વિશે તમારે આણંદનાં આયુર્વેદ એક્સપર્ય ડૉ ધન્વન્તરિ કુમાર ઝા પાસેથી આટલી વાત જાણીલો.
આયુર્વેદ અનુસાર જાણો નાની ઉમરે વાળ સફેદ થવાનાં કારણો વિશે.
મોટાભાગે વાળનું સફેદ થવાનું કારણ આનુવાંશિક હોઈ શકે છે. પૌષ્ટિક આહારની ખામી, વધારે પડતું તણાવવાળું જીવન અને મેલ હોર્મોનની વધારે પડતી માત્રાને લીધે પણ વાળ સફેદ અકાળે થવા લાગે છે.હેલ્થ એક્સપર્ટના મત મુજબ અકાળે સફેદ થવાનું એક મુખ્ય કારણ આયુર્વેદમાં જાણવામાં આવ્યું છે તે પિત દોષ પણ છે જેમાં પિત દોષ વધે ત્યારે શરીરમાં ગરમીનું પ્રમાણ વધે છે જેના કારણે પરસેવો વધારે થાય છે પરેસેવાના કારણે શરીરમાં દુર્ગંધ આવે છે આ પિત દોષ વધવાના કારણે વાળને પૂરતું પોષણ મળતું નથી જેના કારણે પણ નાની ઉંમરે વાળ સફેદ થવા લાગે છે.
આયુર્વેદ એક્સપર્ટ નાં જણાવ્યા મુજબ વાળને સફેદ થતાં રોકવા માટે ખાણી-પીણીમાં ફેરફાર કરવો જરૂરી છે.પિત દોષ વધવાના કારણે શરીરમાં ગરમી નું પ્રમાણ વધે છે જેથી આપણે જે આહાર લઈએ છે તેના પોષણ તત્વો પૂરતા પ્રમાણ માં આપણા વાળ સુધી પોહચતા નથી એટલે નાની ઉંમરે આ વાળ સફેદ થવાની સમસ્યા જોવા મળે છે આ પિત દોષ ને કંટ્રોલ કરવા માટે આહાર વિહારમાં બદલાવ કરવો જરૂરી છે.એટલે કે તમારે તીખી, તળેલી, ખાટી, અને આથાવાળી વસ્તુ નાં ખાવી જોઈએ.
સફેદ થતાં વાળ ને અટકાવવા પિત દોષને કંટ્રોલ કરવો જરૂરી છે ત્યારે કેવા ખોરાક લેવા જોઈએઆ સમસ્યામાં તમારે દ્દુધ,ધી, કેલ્શિયમ યુક્ત આહાર, વિટામિન ડી યુક્ત આહાર, વિટામિન બી યુક્ત આહાર લેવા જોઈએ કેમકે આમળા નું જ્યુસ, એલોવેરા નું જ્યુસ, બનાવી સેવન કરવું જોઈએ આ સિવાય માથાના ભાગે રોજ ભુગરાજ તેલ,આમળા નું તેલ, જાશુદનું નું તેલ કોપરેલ નાં તેલ ની માલીશ કરી શકાય છે. આયુર્વેદ ચિકિત્સામાં વિરેચન કર્મ ચિકિત્સા પણ કરી શકાય છે
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.