જ્યોતિષશાસ્ત્રમાં દેવ ગુરુ બૃહસ્પતિનો વિશેષ સ્થાન પ્રાપ્ત છે. ગુરુની કૃપા કોઈપણ રાશિ ઉપર હોવી ખુબ જ શુભ માનવામાં આવે છે. હાલના સમયમાં ગુરુ મકર રાશિમાં બિરાજમાન છે. જ્યોતિષશાસ્ત્રીઓનું માનવામાં આવે તો આ વર્ષે ૨૧ નવેમ્બર સુધી દેવગુરુ બૃહસ્પતિનો નિવાસ આ રાશિમાં રહેશે. એટલે કે આવનારા ૬૦ દિવસો સુધી બિરાજમાન રહેશે. તો ચાલો તેવામાં જાણીએ કે ગુરુના મકર રાશિમાં રહેવાથી કઈ રાશિઓ માટે શુભ અને ફળદાયી સાબિત થશે.
મેષ રાશિ
મેષ રાશિને આ સમયમાં ખુબ જ મોટો લાભ થવાની સંભાવના છે. વળી આ રાશિવાળા લોકોને માન-સન્માન પ્રાપ્ત થશે અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની સંભાવના છે. નોકરી અથવા વ્યવહાર બધી જગ્યાએ લાભના યોગ જોવા મળી રહ્યા છે. વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થશે. જ્યારે શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમયે ફળદાયક રહેવાનો છે. એટલું જ નહીં મેષ રાશિના જાતકોને આ સમય દરમ્યાન ઘર-પરિવારના લોકોનો સાથ મળશે. તમારા દ્વારા કરવામાં આવેલ કાર્ય ની દરેક લોકો પ્રશંસા કરશે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા જાતકો માટે આ સમય ખુબ જ સારો દેખાઈ રહ્યો છે. સિંહ રાશિવાળા લોકોને ધન લાભની સાથે ખુબ જ સારા પરિણામ જોવા મળશે. જો તમે આધ્યાત્મિક અને ધાર્મિક છો તો તમને આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સામેલ થવાના અવસર મળી શકે છે. નવું વાહન અથવા ઘર ખરીદવાની ઇચ્છા ધરાવો છો તો તે આ સમય દરમ્યાન પુર્ણ થઇ શકે છે. નોકરી વેપાર વૈવાહિક જીવન વગેરેમાં તમને પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ
શ્ચિક રાશિના જાતકો માટે પણ ધન સંબંધી સમસ્યામાંથી મુક્તિ મળશે અને ધનલાભ થશે. નવું વાહન અથવા નવું ઘર ખરીદી શકો છો. ઘર પરિવારના લોકો અને મિત્રો વગેરે સાથે વ્યવહાર યોગ્ય જળવાઈ રહેશે તથા બધા લોકોનો સહયોગ મળશે. વળી દાંપત્યજીવનમાં સુખ અને કામમાં સફળતા મળશે.
ધન રાશિ
હવે વાત કરવામાં આવે ધન રાશિની તો ધન રાશિના જાતકો માટે આ સમય ખુબ જ શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યો છે. તમારા દ્વારા કરવામાં આવેલ દરેક કાર્યની પ્રશંસા કરવામાં આવશે તથા તમે ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં સામેલ રહેશો. વૈવાહિક જીવન તથા નોકરી માટે આ સમયગાળો ખુબ જ ફળદાયી રહેવાનો છે.
મીન રાશિ
મીન રાશિ પણ આ લિસ્ટમાં સામેલ છે. રાશિના જાતકો માટે ધન લાભ રહેશે. આ સમયગાળો તમારા માટે કોઇ વરદાનથી ઓછો નથી. માન-સન્માન, પરિવારનો સહયોગ, પદ-પ્રતિષ્ઠામાં વધારો, વગેરે પ્રાપ્ત થશે. વળી દાંપત્યજીવનમાં ખુશીઓ આવશે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.