fbpx
Tuesday, May 30, 2023

દાંત સાફ કરવાની ટીપ્સ: બે દાંત વચ્ચેની પીળાશ દૂર કરવાની સરળ રીત, એક દિવસમાં ચમકશે

પીળા દાંત તમારી પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે. પીળા દાંતને ચમકાવવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ લેતા હોય છે. ઘણાં લોકો પીળા દાંતને ચમકાવવા માટે બ્લીચિંગ જેવી ટ્રિટમેન્ટ પણ લેતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે દાંત પરની પીળાશ તમે આ રીતે કાઢો છો તો કોઇ સાઇડ ઇફેક્ટ્સ થતી નથી. દાંત પરની પીળાશ કાઢવા માટેનાં કેટલાક ઘરેલુ ઉપાયો જણાવીશું જેની મદદથી મસ્ત ચમકી જશે. તમને જણાવી દઇએ કે તમે બીજી કોઇ ટ્રિટમેન્ટ લો છો તો એ પછી તમે ખાટું ખાઇ શકતા નથી. આ માટે હંમેશા ઘરેલુ ઉપાયો અજમાવો.

બેકિંગ સોડા

પીળા દાંતને ચમકાવવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરો. બેકિંગ સોડા આ સમસ્યા માટે બેસ્ટ છે. આ માટે તમે બેકિંગ સોડા લો અને એમાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને આંગળીઓની મદદથી દાંતની વચ્ચેના ભાગમાં ઘસો. આ ઉપાય તમે દરરોજ કરો છો તો દાંત પરની પીળાશ દૂર થઇ જાય છે. બેકિંગ સોડા દાંત માટે બેસ્ટ છે.

કોકોનટ ઓઇલ

વેબએમડીમાં છાપેલી એક ખબર અનુસાર નારિયેળ તેલ દાંત પરની પીળાશને દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે કોકોનટ ઓઇલ લો અને એને દાંત પર ઘસો. આ તમે બ્રશથી પણ ઘસી શકો છો. કોકોનટ ઓઇલથી દાંત પરની પીળાશ નિકળી જાય છે અને મોતી જેવા દાંત ચમકે છે.

લીંબુ અને સંતરાની છાલ

દાંતને સફેદ કરવા અને ચમકદાર બનાવવા માટે લીંબુ અને સંતરાની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે સંતરાની છાલમાં લીંબુનો રસ લગાવો અને પછી દાંત પર ઘસો. આમ કરવાથી દાંત ચોખ્ખા થઇ જશે. દાંત પરની પીળાશ કાઢવા માટે આ એક બેસ્ટ ઉપાય છે.

લીમડાનું દાંતણ

લીમડો હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. લીમડાનું દાંતણ તમે રેગ્યુલર કરો છો તો દાંતની અનેક તકલીફો દૂર થાય છે. ઘણાં લોકોને દાંતમાં સડો થાય છે. આ સાથે જ અનેક લોકોને પેઢામાંથી લોહી નિકળતુ હોય છે. આ સમયે તમે દરરોજ લીમડાનું દાંતણ કરો છો તો અનેક સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે જ દાંત પરની પીળાશ પણ દૂર થાય છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

Related Articles

નવીનતમ