fbpx
Thursday, June 1, 2023

PHOTOS: નાગા સાધુઓ માટે કુંભ કેટલું જરૂરી છે જેમને ખૂની અને ખીચડી નાગા કહેવામાં આવે છે?

  નાગા સાધુ બનવાની પ્રક્રિયા અધરી અને લાંબી હોય છે.

નાગા સાધુઓના પંથમાં સામેલ થવાની પ્રક્રિયામાં લગભગ 6 વર્ષ લાગે છે. કહેવાય છે કે, ભારતમાં નાગા સાધુઓની સંખ્યા 5 લાખથી વધારે છે.


નાગા સાધુ બનવાની પ્રક્રિયા અર્ધકુંભ, મહાકુંભ અને સિંહસ્થ દરમ્યાન શરુ થાય છે. સંત સમાજના 13 અખાડામાંથી ફક્ત 7 અખાડા જ નાગા બનાવે છે. આ છે જૂના, મહાનિરવાણી, નિરંજની, અટલ, અગ્નિ, આનંદ અને આવાહન અખાડા.


નવા સભ્ય જ્યાં સુધી સમગ્રપણે પંથમાં સામેલ નથી થઈ જતાં ત્યાં સુધી એક લંગોટ ઉપરાંત કંઈજ નથી પહેરતા. કુંભ મેળામાં અંતિમ પ્રણ લીધા બાદ તેઓ લંગોટ પણ ત્યાગી દે છે અને જીવન ભર કપડા વિના ફરતા હોય છે.


કોઈ પણ અખાડો સારી રીતે તપાસ કરીને યોગ્ય વ્યક્તિને જ પ્રવેશ આપે છે. આ અગાઉ લાંબા સમય સુધી બ્રહ્મચારી તરીકે રહેવું પડે છે. બાદમાં તેને મહાપુરુષ તથા અવધૂત બનાવામાં આવે છે. અંતિમ પ્રક્રિયા મહાકુંભ દરમ્યાન હોય છે. જેમાં તેને ખુદ પીંડદાન તથા દંડી સંસ્કાર કરવાના હોય છે.


પ્રયાગના મહાકુંભમાં દીક્ષા લેનારાઓને નાગા કહેવાય છે. ઉજ્જૈનમાં દીક્ષા લેનારાઓને ખુની નાગા કહેવાય છે. હરિદ્વારમાં દીક્ષા લેનારાઓને બર્ફાની તથા નાસિકમાં દીક્ષા લેનારાઓને ખિચડિયા નાગા કહેવાય છે.


દીક્ષા લીધા બાદ નાગા સાધુઓને તેમની યોગ્યતાના આધાર પર પદ પણ આપવામાં આવે છે. નાગામાં કોતવાલ, મોટા કોતવાલ, પૂજારી, ભંડારી, કોઠારી, મોટા કોઠારી, મહંત અને સચિવના પદનો પદભાર સોંપવામાં આવે છે. મૂળ રીતે નાગા સાધુ બાદ મહંત, શ્રી મહંત, જમાતિયા મહંત, થાનાપતિ મહંત, પીર મહંત, દિગંબર શ્રી, મહામંડલેશ્વર અને આચાર્ય મહામંડલેશ્વર નામના પદ હોય છે.


નાગા સાધુ ત્રણ પ્રકારના યોગ કરે છે, જે તેમના માટે ઠંડીના નિવારણમાં મદદ કરે છે. તે પોતાના વિચાર અને ખાનપાન, બંનેમાં સંયમ રાખે છે. નાગા સાધુ એક સૈન્ય પંથ છે અને તે એક સૈન્ય રેજીમેન્ટની માફક વહેંચાયેલા છે. ત્રિશૂલ, તલવાર, શંખ અને ચિલમથી તે પોતાના સૈન્ય દરજ્જો આપે છે. પ્રાચ્ય વિદ્યા સોસાયટી અનુસાર, નાગા સાધુઓને તેમના વિશિષ્ટ સંસ્કારોમાં સામેલ છે કે, તેમની કામેન્દ્રિયન ભંગ કરી દેવામાં આવે છે.


આ નાગા સાધુ હિમાલયમાં શૂન્યથી ઓછા તાપમાનમાં નગ્ન થઈને જીવીત રહે છે અને લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકે છે. તેમને શરદી, ગરમી અને વરસાદ તમામ સિઝનમાં તપસ્યા દરમ્યાન નગ્ન રહેવું પડે છે. નાગા સાધુ હંમેશા જમીન પર જ સુવે છે. નાગા સાધુ અખાડાના આશ્રમ અને મંદિરોમાં રહે છે. અમુક પોતાનું જીવન હિમાલયની ગુફાઓ અને ઊંચા પહાડોમાં તપસ્યા કરતા વિતાવે છે, અખાડાના આદેશ અનુસાર, તેઓે પગપાળા ભ્રમણ કરે છે.


આ દરમ્યાન કોઈ ગામના પાદરે ઝૂંપડી બાંધીને ધુણી ધખાવતા હોય છે. યાત્રા દરમ્યાન તેઓ ભીખ માગીને પોતાનું પેટ ભરતા હોય છે. તે એક દિવસમાં જ એક સમયે ભિક્ષા માટે ફક્ત 7 ઘરમાં જ જઈ શકે છે. આ સાત ઘરમાંથી જો તેમને ભિક્ષા નથી મળતી તો, તેઓ ભૂખ્યા રહે છે.


કેટલાય નાગા સાધુ નિયમિત રીતે ફુલોની માળા ધારણ કરતા હોય છે. તેમાં ગલગોટાના ફુલ સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. તેની પાછળનું કારણ એવું છે કે, ગલગોટાના ફુલને લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે. નાગા સાધુ ગળામાં, હાથ પર અને ખાસ કરીને પોતાની જટામાં ફુલ લગાવે છે. જો કે, ઘણા સાધુઓ ફુલોથી દૂર રહેતા હોય છે, આ વ્યક્તિગત પસંદ અને વિશ્વાસની વાત છે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

નવીનતમ