fbpx
Tuesday, May 30, 2023

શિવલિંગ પર આ વસ્તુઓ ક્યારેય ન ચઢાવવી જોઈએ, ભોલે ભંડારી નારાજ થઈ શકે છે.

શું તમે જાણો છો કે ભગવાન શિવને કઈ કઈ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ? અહીં જાણો તેના વિશે.

હિંદુ ધર્મમાં ભગવાન શિવની વિશેષ પૂજા-આરાધના કરવામાં આવે છે. ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થનારા દેવતાઓમાં પ્રથમ સ્થાને આવે છે. માત્ર એક લોટો પાણી અર્પણ કરીને પણ તેમને પ્રસન્ન કરી શકાય છે. શાસ્ત્રોમાં સોમવાર, પ્રદોષ, માસિક શિવરાત્રી, શ્રાવણ માસ અને મહાશિવરાત્રી વગેરે ભગવાન શિવની પૂજા-ઉપાસના માટે સમર્પિત છે.

શિવભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પોતા પોતાની રીતે પૂજા-આરાધના કરે છે. ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ સરળ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવને કઈ કઈ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ? ભગવાન શિવને શાસ્ત્રોમાં નિષિદ્ધ પૂજા સામગ્રી અર્પણ કરવાથી ભગવાન ભોલભંડારી ક્રોધિત થાય છે અને એ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. ચાલો જાણીએ ભગવાન શિવને કઈ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ.

શિવલિંગ પર તુલસીના પાન ન ચઢાવો :

તુલસીના પાન ભગવાન વિષ્ણુ, ભગવાન હનુમાન અને ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. તુલસીના પાન વગરનો ભોગ અધૂરો માનવામાં આવે છે, પરંતુ ભોલેનાથને ક્યારેય પણ તુલસીના પાન ન ચઢાવવા જોઈએ. ભગવાન શિવને તુલસીના પાન અર્પણ કરવાથી ભગવાન ક્રોધિત થાય છે. હકીકતમાં ભગવાન શિવે તુલસીના પતિ અસુર જલંધરનો વધ કર્યો હતો, જેના કારણે ભગવાન શિવને તુલસીના પાન ચઢાવવામાં આવતા નથી.

શંખ વડે જલાભિષેક ન કરવો :

ભગવાન શિવનો જલાભિષેક શંખથી ક્યારેય ન કરવો જોઈએ. ભગવાન શિવે શંખચૂડનો વધ કર્યો હતો તેથી જ ભગવાન શિવને જળ અર્પણ કરતી વખતે શંખનો ઉપયોગ ન કરવો જોઈએ. શંખથી જલાભિષેક કરવાથી ભગવાન શિવની પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી.

નાળિયેર પાણી :

ભગવાન શિવની પૂજામાં નારિયેળ પાણીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. જો કે ભગવાન શિવને આખું નારિયેળ અર્પણ કરી શકાય છે, પરંતુ ભૂલથી પણ શિવલિંગ પર નારિયેળનું પાણી ન ચઢાવવું જોઈએ.

આ ફૂલો અર્પણ કરશો નહીં :

ભગવાન શિવને લાલ રંગનાં ફૂલ, કેતકી, ચંપો અને કેવડાનાં ફૂલ ક્યારેય ન ચઢાવવા જોઈએ. આ ફૂલ ચડાવવાનું શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે. આ પૂજાનું ફળ તમને મળતું નથી.

શિવલિંગ પર સિંદૂર ચઢાવવાની મનાઈ છે :

ભગવાન શિવને ક્યારેય પણ શૃંગારની વસ્તુઓ ખાસ કરીને સિંદૂર અને કંકુ ન ચઢાવવી જોઈએ. વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સેંથામાં સિંદૂર લગાવે છે, જ્યારે ભગવાન શિવને વિનાશકના રૂપમાં પણ પૂજવામાં આવે છે, આ સ્થિતિમાં ભગવાન શિવને સિંદૂર ચઢાવવામાં આવતું નથી પરંતુ માતા પાર્વતીને સિંદૂર ચઢાવવામાં આવે છે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

નવીનતમ