fbpx
Saturday, June 3, 2023

વાયરલ વીડિયોઃ ‘નટુ નટુ’ બાદ ‘મોદી મોદી’ ગીત થયું વાયરલ, યુઝર્સે કહ્યું- આ ગીતને આપો ઓસ્કાર એવોર્ડ!

Modi Modi Song : વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાથી આપણે સૌ માહિતગાર છીએ. દુનિયામાં કરવામાં આવેલા અનેક સર્વેમાં વડાપ્રધાન મોદી દુનિયાના લોકપ્રિય નેતા તરીકે સામે આવ્યા છે. હાલમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાની સાબિતી આપતો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા એટલે વાયરલ વીડિયોનો ખજાનો. આ સોશિયલ મીડિયા પર રાજનેતાઓના પણ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાથી આપણે સૌ માહિતગાર છીએ. દુનિયામાં કરવામાં આવેલા અનેક સર્વેમાં વડાપ્રધાન મોદી દુનિયાના લોકપ્રિય નેતા તરીકે સામે આવ્યા છે. હાલમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાની સાબિતી આપતો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થશે અને પરિણામ 13 મેના રોજ આવશે. કર્ણાટકમાં 1 તબક્કામાં જ ચૂંટણી યોજાશે. કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 25 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 224 બેઠકોવાળી વિધાનસભામાં 104 બેઠકો જીતી હતી. આ વર્ષે વધારેમાં વધારે સીટ જીતવા માટે ચૂંટણી પ્રચારના ભાગરુપે કર્ણાટકના ભાજપ કાર્યક્રર્તાઓ આ વીડિયો તૈયાર કર્યો છે.

2018માં સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપ સત્તાથી દૂર રહી હતી. બીજી તરફ કોંગ્રેસને 78 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જેડીએસ અને કોંગ્રેસે ચૂંટણી પછીના ગઠબંધનમાં સરકાર બનાવી હતી. બાદમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામાથી કુમારસ્વામી સરકારનું પતન થયું. ધારાસભ્યોના પક્ષપલટા બાદ ભાજપે બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

નોંધ: આ બધા સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.

Related Articles

નવીનતમ