દિવાળી, નવું વર્ષ, લગ્ન સિવાય પણ લોકો પોતાની ખુશીને બમણી કરવા માટે ફટાકડા ફોડતા જોવા મળે છે. મોટેભાગે, ફક્ત બાળકો જ આ ફટાકડાઓ સાથે અથવા વડીલોની દેખરેખ હેઠળ રમતા જોવા મળે છે, જ્યારે આ સમય દરમિયાન વડીલો સામાન્ય રીતે બાળકોને સાવધાનીથી ફટાકડા ફોડવાની સલાહ આપતા હોય છે. જો કે, એક વીડિયો સામે આવ્યો છે, જે દર્શાવે છે કે વડીલો પણ ફટાકડા વડે રમવાની મજા માણી શકે છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો કેરળનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા ફટાકડા હાથમાં લઈને ચાલી રહી છે જ્યારે ફટાકડા સળગી રહ્યા છે અને ફૂટી રહ્યા છે. ફટાકડાને સામાન્ય રીતે કોઈ પણ અપ્રિય ઘટનાથી બચાવવા માટે એક જ જગ્યાએ રાખીને ફોડવામાં આવે છે, પરંતુ વીડિયોમાં દેખાતા વૃદ્ધ અમ્મા જોખમી રીતે ફટાકડા ફોડતા જોઈ શકાય છે અને આનંદથી તેમના હાથમાં ફટાકડા લઈ ચાલી રહ્યા છે. સાડી પહેરીને આ વૃદ્ધ મહિલા રસ્તાના કિનારે ફટાકડા ફોડીને સ્ટંટ કરતા જોવા મળે છે, આ જોઈને કોઈને પણ નવાઈ લાગશે.
ફટાકડા વડે રમતા વૃદ્ધ અમ્માનો આ વાયરલ વીડિયો કથિત રીતે કેરળમાં લેવામાં આવ્યો હતો, જે થોડો જૂનો છે. આ રોમાંચક વીડિયો 13 માર્ચે ઈન્સ્ટાગ્રામ પેજ @evershining_media પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લાઈક્સ મળી ચૂકી છે અને લોકોએ તેના પર વિવિધ પ્રતિક્રિયા પણ કરી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, “સુપર અમ્મા!” અન્ય યુઝરે મજાકમાં લખ્યું, “દાદી રોક, નેબર્સ શોક.” ત્રીજાએ કટાક્ષ કર્યો, “તે રજનીકાંતની દાદી છે.”
નોંધ: આ બધા સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.