- 14 એપ્રિલે ખરમાસ સમાપ્ત થવા છતાં 22 દિવસ સુધી માંગલિક કાર્યો નહી થાય
- સૂર્ય ધન કે પછી મીન રાશિમાં પ્રવેશ કરે છે, તો ખરમાસ શરૂ થઈ જાય
- 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરતાંની સાથે જ ખરમાસ સમાપ્ત થઈ ગયો
હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કે પછી માંગલિક કામને કરવા માટે શુભ-અશુભ મુહૂર્તનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે માન્યતા છે કે શુભ સમયમાં કરવામાં આવેલ કાર્યમાં સફળતા જરૂર મળે છે.
એવામાં જ્યારે સૂર્ય ધન કે પછી મીન રાશિમાં પ્રવેશ કરે છે, તો ખરમાસ શરૂ થઈ જાય છે. આ વર્ષે મળમાસ 15 માર્ચે શરૂ થઈ ગયો હતો, જે એક મહિના પછી એટલે 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરતાંની સાથે જ સમાપ્ત થઈ ગયો છે.
સૂર્યદેવ મીન રાશિ છોડીને મેષ રાશિમાં
મેષ સંક્રાંતિ 14 એપ્રિલ 2023ના રોજ હોવાથી આ દિવસે સૂર્યદેવ બપોરે 03.12 કલાકે મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ સંક્રાંતિને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ દિવસથી સૌર વર્ષ શરૂ થાય છે. ખરમાસ પણ મેષ સંક્રાંતિ સાથે સમાપ્ત થાય છે, ત્યારબાદ તમામ શુભ કાર્યો, નવા કાર્ય શરૂ કરી શકાય છે, પરંતુ આ વર્ષે મેષ સંક્રાંતિ પર ખરમાસ સમાપ્ત થયા પછી પણ વિવાહ કાર્ય શક્ય બનશે નહીં. ચાલો જાણીએ કે શા માટે ખરમાસના અંતે પણ શરણાઇ ગુંજશે નહી.
ખરમાસ 2023 સમાપ્ત
હિંદુ ધર્મમાં સંક્રાંતિના દિવસે તીર્થસ્નાન, દાન અને સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. મેષ સંક્રાંતિ પર એક મહિનાથી શરૂ થયેલા ખરમાસનો અંત આવી રહ્યો છે. ખરમાસનો સમયગાળો અશુભ માનવામાં આવે છે. જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ તેમના ગુરુની સેવામાં હોય છે, આવી સ્થિતિમાં બંનેની શક્તિ ઘટી જાય છે. શુભ કાર્ય માટે બંને ગ્રહોનું બળવાન હોવું ખૂબ જ જરૂરી છે.
ખરમાસ પૂરા થયા પછી પણ શુભ કાર્ય કેમ નહી થાય?
શાસ્ત્રો પ્રમાણે એવું માનવામાં આવે છે કે ચતુર્માસ કે ખરમાસ સમાપ્ત થતાં જ માંગલિક અને શુભ કાર્ય શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષે 14 એપ્રિલે ખરમાસ સમાપ્ત થવા છતાં પણ લગ્ન-વિવાહ, મુંડન, છેદન જેવા માંગલિક કામ નહીં થઈ શકે.
ખરમાસ સમાપ્ત થયા પછી, ગુરુ અને સૂર્ય ફરીથી બળવાન બને છે અને શુભ કાર્યોની શરૂઆત થાય છે, પરંતુ મેષ સંક્રાંતિ પર ખરમાસ સમાપ્ત થયા પછી પણ, શુભ કાર્યો શક્ય બનશે નહીં. તેનું મુખ્ય કારણ ગુરુ અસ્ત છે. ગુરુ ગ્રહને વિવાહિત જીવનનો કારક માનવામાં આવે છે. લગ્ન સંબંધિત તમામ કાર્યો માટે ગુરુનો ઉદય જરૂરી છે. 1 એપ્રિલ, 2023ના રોજ, ગુરુ ગ્રહ મીન રાશિમાં અસ્ત થયો હતો. ગુરુ અસ્ત થાય ત્યારે લગ્ન, સગાઈ, મંડન, ઘરમાં પ્રવેશ, જનોઇ નિષેધ છે. જ્યારે ગુરુ અસ્ત થાય છે ત્યારે તેની શક્તિઓ નબળી પડી જાય છે અને તેની શુભતાનો પ્રભાવ ઓછો થવા લાગે છે. આવી સ્થિતિમાં તે કોઈ પણ શુભ કાર્ય કરવામાં સફળ થતો નથી.
શુભ કાર્ય ક્યારે શરૂ થશે?
3 મે, 2023ના રોજ સવારે 04.56 કલાકે ગુરુનો ઉદય થશે. આ પછી શુભ કાર્યોની શરૂઆત થશે. મે મહિનામાં લગ્ન માટે 13 શુભ મુહૂર્ત છે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.