બાગેશ્વર ધામ સરકારના ધિરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી રહ્યા છે. સનાતન ધર્મ સભા, દરબારમાં ચમત્કારો અને વિવાદાસ્પદ નિવેદનોથી ધિરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહે છે.
બાગેશ્વર ધામ સરકારના ધિરેન્દ્ર શાસ્ત્રી આગામી મહિને અમદાવાદમાંં આવી રહ્યા છે.
સનાતન ધર્મના પ્રવચન અને દરબારમાં ચમત્કાર કરવાના દાવાથી દેશભરમાં ધિરેન્દ્ર શાસ્ત્રી ઘણા પ્રખ્યાત થયા છે. ધિરેન્દ્ર શાસ્ત્રીએ દરબારમાં ચમત્કાર અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે વિવાદનો સામનો પણ કરવો પડ્યો છે. ધિરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી રહ્યા છે ત્યારે શું અહીંયા ‘દરબાર’ યોજશે કે કેમ તેને લઇને અટકળો તેજ થઇ ગઇ છે.
ધિરેન્દ્ર શાસ્ત્રી 25 મેના રોજ અમદાવાદ આવશે
ધિરેન્દ્ર શાસ્ત્રી 25 મેના રોજ અમદાવાદમાં 17થી 25 મે, 2023 દરમિયાન યોજાઇ રહેલા એક ધાર્મિક કાર્યક્રમમાં શ્રી શિવમહાપુરાણ કથામાં સામેલ થવા માટે આવી રહ્યા છે. આ અંગે વિતગવાર માહિતી આપતા શિવકૃપા મિત્ર મંડળના પ્રમુખ કમલાકર સિંહે જણાવ્યું કે, ”અમદાવાદમાં વટવા ખાતે 17 મેથી 25 મે, 2023 દરમિયાન શ્રી શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમના પૂર્ણાહુતિના છેલ્લા દિવસ 25 મે, 2023ના રોજ બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રી મહારાજ આવી રહ્યા છે. જો કે આ દિવસે ધિરેન્દ્ર શાસ્ત્રી સનાતન સભા કરશે કે દરબારનું આયોજન થશે તે અંગે હાલ કોઇ વિગત પ્રાપ્ત થઇ નથી.” અત્રે ઉલ્લેખનીય છે કે, આ શિવમહાપુરાણ કથાના વાચક દેવકી નંદન ઠાકુર છે.ધિરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમા જે કાર્યક્રમમાં સામેલ થવા આવી રહ્યા છે તેનું પોસ્ટર.
કોણ છે ધિરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધિરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઇ, 1996માં મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગડા પંજ ગામમાં એક બાહ્મણ કુટુંબમાં થયો છે. તેમના પિતાનું નામ રામ કૃપાલ ગર્ગ અને માતાનું નામ સરોજ ગર્ગ છે. તેમને નાનપણથી ધર્મ-ભક્તિ પ્રત્યે વધારે લગાવ હતો. તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સનાતન ધર્મના પ્રચારક અને કથા વાયક છે. ધિરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું તેમના ગામ ગડા પંજ ખાતે આવેલા હનુમાન મંદિર બાગેશ્વર ધામમાં આયોજન કરવામાં આવે છે. તેણે ચમત્કારો, અલૌકિક શક્તિથી લોકોની સમસ્યાઓ દૂર કરવાનો દાવો કર્યો છે અને તેની સામે ઘણો વિવાદ પણ થયો છે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.