fbpx
Tuesday, May 30, 2023

આજે મેષ સંક્રાતિ: ગ્રહોના રાજા સૂર્ય આજે મેષ રાશિમાં પ્રવેશ કરશે; સૂર્ય-રાહુ ગ્રહણ યોગનું નિર્માણ થયું, જાણો બારેય રાશિ પર શું અસર કરશે

Surya Gochar 2023: જ્યોતિષશાસ્ત્રમાં આજના દિવસે ગ્રહોના રાજા સૂર્ય દેવનું મહત્વપૂર્ણ ગોચર થવાનું છે. ગત મહિના સુધી સૂર્યદેવ મીન રાશિમાં બિરાજમાન હતા જેઓ આજે રાશિ બદલી મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં સૂર્યદેવ પ્રવેશ થતાની સાથે જ મીનારક સમાપ્ત થયા છે. મીનારક એટલે કે ખરમાસ જેમાં શુભ કાર્યો કરાય નહીં પરંતુ હવે શુભ કાર્યો થઈ શકશે પરંતુ ગુરુ દેવ અસ્તના હોવાથી 27 એપ્રિલ પછી લગ્ન સિઝન શરુ થશે.

સૂર્ય દેવ મેષ રાશિમાં આજે બપોરે એટલે કે 14 એપ્રિલ 2023એ 3.12 મિનિટે પ્રવેશ કરશે.

સૂર્ય-રાહુ ગ્રહણ યોગનું નિર્માણ
મેષ રાશિમાં હાલ રાહુ મહારાજ પણ છે, સૂર્યદેવ પણ મેષ રાશિમાં પ્રવેશી સૂર્ય-રાહુ ગ્રહણ યોગ સર્જે છે, જે એક અશુભ યોગ છે. પરંતુ અમુક રાશિઓ માટે તે શુભ છે. સૂર્યદેવના ગોચરના કારણે તમારા જીવનમાં પણ અતિમહત્વના ફેરફાર આવશે. જાણો બારેય રાશિના જાતકો પર શું અસર થશે.

મેષ રાશિ: સૂર્યનું ગોચર તમારી રાશિમાં થવાનું છે. તમને મિશ્ર અસર જોવા મળશે કારણ કે સૂર્યનો રાહુ સાથે પણ સંયોગ થશે. આવી સ્થિતિમાં તમને કોઈ સરકારી નોકરી મળી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી. સન્માન મળશે.

વૃષભ રાશિ: સૂર્ય સંક્રાંતિ તમારા માટે થોડી અશુભ છે. તમારે વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ. કોઈ અશુભ સમાચાર મળી શકે છે. દોડવાથી પરેશાન થઈ શકો છો. પૈસા ઉધાર આપવાથી નુકસાન થઈ શકે છે.

મિથુન રાશિ: સૂર્યનું સંક્રમણ તમારા માટે કેટલાક મામલાઓમાં શુભ ફળ આપશે. અચાનક ધનલાભ થશે, આવકના નવા સ્ત્રોત બનશે. પરંતુ પરિવારમાં વાદ-વિવાદ ટાળો. લવ લાઈફમાં મુશ્કેલી આવી શકે છે.

કર્ક રાશિ: સૂર્યના રાશિ પરિવર્તનને કારણે કર્ક રાશિના જાતકોના વ્યવસાયમાં પ્રગતિ થશે, તેમના કાર્ય સફળ થશે. તમે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો. તમારી કીર્તિમાં વધારો થશે.

સિંહ રાશિ: સૂર્યના સંક્રમણથી તમને પૂજા-પાઠ અને સામાજિક ક્ષેત્રના કાર્યોમાં રસ પડશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમને સફળતા મળશે, ધીરજથી કામ કરો. યાત્રાથી ધનલાભ થવાની સંભાવના છે.

કન્યા રાશિ: મેષ રાશિમાં સૂર્ય ગોચરને કારણે તમારે દવા અને અગ્નિથી સાવધાની રાખવી પડશે. તબીબી સલાહ વિના કોઈપણ દવા ન લો. તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે.

તુલા રાશિ: સૂર્યના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે, પરંતુ તમારા વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. ગુસ્સાથી કામ બગડી જશે. પાર્ટનરશીપમાં કોઈ કામ કરવાનું અત્યારે ટાળો.

વૃશ્ચિક રાશિ: સૂર્યની અસર સકારાત્મક રહેશે. સરકારી નોકરી માટેના પ્રયત્નો સફળ થવાની સંભાવના છે. કોર્ટ કેસમાં સફળતા મળશે. નવી નોકરી પણ મળી શકે છે. વિરોધીઓ સહયોગ કરશે.

ધનુ રાશિ: સૂર્યનું ગોચર તમારા માટે સામાન્ય રહેશે. મિલકતના વિવાદનો ઉકેલ આવી શકે છે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે, પરંતુ તેમ છતાં મન પરેશાન રહેશે. પરીક્ષામાં ખૂબ જ મુશ્કેલીથી સફળતા મળશે.

મકર રાશિ: સૂર્યદેવના આશીર્વાદથી તમારો ધંધો સારો ચાલશે, પરંતુ પ્રવાસ દરમિયાન સામાનની ચોરી થવાનો ભય છે. સુરક્ષા સાથે મુસાફરી કરો. તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કુંભ રાશિ: સૂર્ય સંક્રાંતિને કારણે જૂના અટકેલા કાર્યો સફળ થશે. તમારો પ્રભાવ વધશે. સરકારી નોકરી મેળવવા માટે સમય સાનુકૂળ છે. વિદેશમાં નોકરીનું સપનું પૂરું થઈ શકે છે. પરિવારમાં વાદ-વિવાદ થઈ શકે છે.

મીન રાશિ: સૂર્યના રાશિ પરિવર્તનથી ધનલાભ થઈ શકે છે. ગુપ્તતાથી કામ કરશો તો સફળતા મળશે. સુખ-સુવિધાઓ પાછળ પૈસા ખર્ચ થશે. આંખની સમસ્યાથી પરેશાન થઈ શકો છો.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

નવીનતમ