અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ આગામી 22 એપ્રિલને શનિવારના રોજ છે.
આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. અખાત્રીજનું ખૂબ જ મહત્વ ગણાય છે. આ દિવસે દાન કરવાથી, પુણ્ય કરવાથી ક્યારેય પૂરું ન થનારું અક્ષય ફળ મળે છે. આ સાથે જ જો અક્ષય તૃતીયાના દિવસે સોનું, ચાંદી, જમીન કે અન્ય કોઈ વસ્તુ ખરીદવામાં આવે તો તેનું શુભ ફળ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે.
અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખના શુક્લ પક્ષમાં આવે છે. ત્યારે આગામી 22 એપ્રિલને સવારે 7:49થી 23 એપ્રિલને સવારે 7:47 મિનિટ સુધી અખાત્રીજ ચાલશે. અખાત્રીજે કોઈપણ શુભકામ કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે કોઈ પણ સમયે કોઈ નવું કામ શરૂ કરવાનું અને શુભ કાર્ય કરવાનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોવાની માન્યતા છે. લક્ષ્મીજી ખુશ થાય તો ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે.
આ દિવસે આમ તો સોનું ખરીદવાનું મહત્વ છે. પણ જો તમે સોનું ન ખરીદી શકો તો ચિંતા કરવાની જરૂર નથી. અન્ય ઘણી વસ્તુની ખરીદીથી પણ લક્ષ્મી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે.
અક્ષય તૃતીયા પર તમે પારદ શિવલિંગ ખરીદી શકો છો. પારદ શિવલિંગનું સ્થાપન અને પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેથી તેની ખરીદી બાદ વિધિ વિધાન સાથે સ્થાપના કરવાનું મહત્વ છે. આ શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં માતા લક્ષ્મી તેમજ કુબેર દેવ વાસ કરે છે.
તમે અક્ષય તૃતીયા પર સોનાની જગ્યાએ કોડી પણ ખરીદી શકો છો. આ માટે તમારે 11 કોડી ખરીદવાની જરૂર પડશે. ત્યારબાદ તેની પૂજા કરવી જોઈએ. માતા લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય હોવાની માન્યતા છે. જેથી આ શુભ દિવસે કોડી ખરીદી શકાય છે.
અક્ષય તૃતીયાના દિવસે દક્ષિણાવર્તી શંખ પણ લાવી શકાય. આ શંખની પૂજા કરવાથી લક્ષ્મી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોવાનું કહેવાય છે. દક્ષિણાવર્તી શંખને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીનો વાસ થાય છે.
અખાત્રીજના દિવસે ઘરે એકાક્ષી નારિયેળ લાવીને પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. એકાક્ષી નારિયેળ ધરાવતા લોકો પર માતા લક્ષ્મીની કૃપા વરસથી હોવાનું કહેવાય છે. જેના કારણે તેમની આર્થિક સમસ્યાઓ દૂર રહે છે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.