આ 5 કામો કરનારાથી લક્ષ્મી માતા થઈ જાય છે નારાજ, તેનું પતન થતા વાર નથી લાગતી.
લક્ષ્મીજી ધનની દેવી છે. દરેક વ્યક્તિ જીવનમાં ધનવાન બનવા માંગે છે. લક્ષ્મીજીની કૃપા વિના વ્યક્તિ ધનવાન નથી બની શકતો. એટલા માટે જો તમારે ધનવાન બનવું હોય, તો નીચે જણાવેલા 5 કામ ભૂલથી પણ ન કરો, કારણ કે આ કામ કરનારને લક્ષ્મીજી પોતાના આશીર્વાદ નથી આપતા.
આળસ – જે લોકો આજના કામને આવતીકાલ માટે ટાળે છે. એટલે કે જેઓ આળસુ છે, લક્ષ્મી માતા તેમને પસંદ નથી કરતી. આવા લોકોને ક્યારેય સફળતા મળતી નથી. આળસથી દૂર રહેવાથી જ લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે.
ક્રોધ – શાસ્ત્રોમાં ક્રોધ એ સૌથી ખરાબ અવગુણો માંથી એક છે. શ્રીમદ ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ ક્રોધથી થતા નુકસાન વિશે જણાવે છે. ક્રોધવાળા વ્યક્તિને ક્યારેય સન્માન મળતું નથી, દરેક વ્યક્તિ તેનાથી અંતર રાખવાનું પસંદ કરે છે.

અભિમાન – જેઓ થોડી સફળતા મેળવ્યા પછી બડાઈ મારવા લાગે છે, એટલે કે અભિમાનના ન-શા-માં ડૂબી જાય છે. લક્ષ્મીજી આવા વ્યક્તિનો સાથ ખૂબ જ જલ્દી છોડી દે છે. અહંકારી વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ માનવા લાગે છે. તે બીજાને માન આપવાનું ભૂલી જાય છે. આવા લોકોને લક્ષ્મીજી પોતાના આશીર્વાદ નથી આપતા.
લોભ – લક્ષ્મીજી હંમેશા લોભમાં ડૂબેલા હોય એવા લોકોને પસંદ નથી કરતા. લોભી વ્યક્તિ સ્વાર્થી હોય છે, જે ફક્ત પોતાના હિતોનું ધ્યાન રાખે છે. આવા લોકોને લક્ષ્મીજીની કૃપા નથી મળતી.
નિયમો તોડવાવાળા – લક્ષ્મીજીને અનુશાસન વધુ પ્રિય છે, જે લોકો દરેક કામ સમયસર કરે છે, તેમના પર લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. લક્ષ્મીજીને નિયમો વધુ પ્રિય છે, જેઓ નિયમોનું પાલન કરીને જીવે છે તેમના પર લક્ષ્મીજી મહેરબાન રહે છે. અને જે નિયમો તોડે છે તેમના પર લક્ષ્મીજી ગુસ્સે થાય છે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.