fbpx
Tuesday, May 30, 2023

દરેક દિશામાં વ્યાપેલું છે માં નું સ્વરૂપ, રોગો સામે લડવા માટે અભેદ સુરક્ષા કવચ આપે છે માં ભગવતી.

દેવી કવચનો મહિમા છે અપાર, આ કવચમાં શરીરના દરેક અંગની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે.

દુર્ગા સપ્તશતીમાં દેવી કવચ હકીકતમાં મનુષ્ય માટે રોગોથી રક્ષણનું કવચ છે. તે માત્ર દેવીની પૂજા અથવા આધ્યાત્મિક પાઠ જ નથી, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા અને આદર સાથે નવરાત્રિ સહિત દરરોજ તેનો પાઠ કરનારને દેવી અભેદ સુરક્ષા કવચ પ્રદાન કરે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે એક અમોઘ અસ્ત્ર છે. આનો પાઠ કરવાની સાથે સાથે મનોવૈજ્ઞાનિક રીતે એ રીતે વિચારવું પણ ખૂબ જ ફાયદાકારક હોય છે કે હવે આપણે સ્વસ્થ થઈ રહ્યા છીએ, માં દુર્ગા મને આશીર્વાદ આપી રહી છે, તેમની મારા પર પૂર્ણ કૃપા છે.

આ દેવી કવચમાં શરીરના તમામ બાહ્ય અને આંતરિક ભાગોના રક્ષણની વાત કહેવામાં આવી છે. પાઠ કરતી વખતે માતા ભગવતીની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.

માતા દરેક દિશામાંથી રક્ષણ કરે છે :

માતા ભગવતી આપણું દરેક રીતે રક્ષણ કરે છે. માં જગદંબા શત્રુઓ પર વિજય અપાવે છે. પૂર્વ દિશામાં એન્દ્રી એટલે ઈન્દ્રશક્તિ દેવી રક્ષણ કરે છે. અગ્નિશક્તિ દેવી પૂર્વ અને દક્ષિણના મધ્ય ભાગમાં એટલે કે અગ્નિકોણમાં રક્ષણ કરે છે. યમની દિશામાં એટલે કે દક્ષિણમાં, વારાહી ઢાલ બનીને ઊભી છે. દક્ષિણ-પશ્ચિમના મધ્ય ભાગમાં એટલે કે નૈઋત્યમાં ખડગધારિણી રક્ષણ કરે છે. પશ્ચિમ દિશામાં વરુણી દેવી રક્ષા કરે છે.

પશ્ચિમ અને ઉત્તરના મધ્ય ભાગમાં એટલે કે વાયવ્ય કોણમાં દેવી મૃગવાહિની રક્ષા કરે છે. કૌમારી માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે. શૂલધારિણી દેવી પૂર્વ અને ઉત્તરના મધ્યમાં એટલે કે ઈશાનમાં રક્ષણ કરે છે. માતા બ્રહ્માણી દેવી ઉપરથી રક્ષણ કરે છે. વૈષ્ણવી દેવી નીચેથી રક્ષણ કરે છે. ચામુંડા દેવી દસેય દિશાઓમાં રક્ષા કરે છે, આગળથી જયા દેવી અને પાછળથી વિજયા દેવી રક્ષા કરે છે. ડાબા ભાગમાં અજિતા દેવી અને દક્ષિણ ભાગમાં અપરાજિતા દેવી રક્ષણ કરે છે.

કવચમાં દરેક અંગો માટે પ્રાર્થના છે :

દેવી કવચનો મહિમા અપાર છે. આ કવચમાં શરીરના દરેક અંગની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવે છે. માતા ઉદ્યોતિની શિખા, ઉમા મસ્તક, યશસ્વિની દેવી ભ્રમરનું રક્ષણ કરે છે અને ભ્રમરની મધ્યમાં ત્રિનેત્રા, કાનમાં દ્વારવાસિની દેવી રક્ષા કરે છે.

કાલિકા દેવી ગાલ, ભગવતી શાંકરી કાન, સરસ્વતી દેવી જીભ, કૌમારી દેવી દાંત, ચંડિકા ગળા, મહામાયા તાળવું, બંને હાથની વજ્રધારિણી, શોક વિનાશિની દેવી મન, લલિતા દેવી હૃદય, શૂલધારિણી પેટ, વિંધ્યવાસિની ઘૂંટણ, અને ત્વચાની રક્ષા કરનારી વિંધ્યવાસિની દેવી, પાર્વતી લો-હી, મજ્જા, ચરબી, માંસ અને હાડકાનું રક્ષણ કરે છે, ધર્મધારિણી દેવી બુદ્ધિનું રક્ષણ કરે છે.

Related Articles

નવીનતમ