શરીર છોડ્યા પછી આત્માને ક્યાં લઈ જવામાં આવે છે, તેને લેવા કોણ આવે છે? આ બાબતે ગરુડ પુરાણમાં ઘણું બધું જણાવ્યું છે, જાણો.
પ્રાણ શરીરને કેવી રીતે છોડે છે અને તે પછી શું થાય છે? આ પ્રશ્ન ઘણી વખત મનમાં આવતો જ હશે. મૃત્યુ સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ પુસ્તકો અને શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. પંડિત ઇન્દ્રમણિ ઘનશ્યાલ જણાવે છે કે, મૃત્યુ કેવી રીતે આવે છે અને તે પછી આત્મા યમલોકમાં કેવી રીતે પહોંચે છે તેનું વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે.
આવી રીતે નીકળે છે પ્રાણ :
ગરુડ પુરાણ પ્રમાણે, મૃત્યુ સમયે વ્યક્તિની તમામ ઇન્દ્રિયો નાશ પામે છે અને તે હલનચલન કરી શકતા નથી. તે સમયે શરીરમાંથી માત્ર આત્મા જ નીકળે છે, જેને બે યમદૂતોએ આવીને પકડી લે છે. એ આત્માને પકડીને યમલોકમાં લઈ જવામાં આવે છે. આ દરમિયાન યમદૂત તેને નરકમાં મળનાર દુઃખો વિશે વિગતવાર જણાવે છે. જે સાંભળીને આત્મા ચીસો પાડવા લાગે છે અને રડવા લાગે છે. યમદૂતો તેના પર દયા કરતા નથી અને તેને આગળ લઈ જાય છે. યમદૂત અંધારા વાળા રસ્તે આત્માને યમલોકમાં લઈ જાય છે.
પિંડદાનનું મહત્વ :
ગરુડ પુરાણ પ્રમાણે યમલોકનો માર્ગ 99 હજાર યોજનનો છે. યમદૂત અહીં સજા આપે છે અને યમરાજના આદેશથી આત્મા ફરીથી પોતાના ઘરે આવે છે. આત્મા ફરીથી શરીરમાં પ્રવેશવા માંગે છે, પણ યમદૂતોના બંધનમાંથી મુક્ત થઈ શકતી નથી. તે ભૂખ અને તરસથી પીડાતી રહે છે.

જો તે આત્માના પુત્ર કે સંબંધીઓ પિંડદાન દાન ન કરે તો તે પ્રેત બનીને જંગલો અને નિર્જન સ્થળોએ ભટકે છે. એટલા માટે મૃત્યુ પછી 10 દિવસમાં પિંડદાન કરવાનું વિધાન છે. પિંડદાન દ્વારા મૃત વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે.
47 દિવસ પછી આત્મા યમલોક પહોંચે છે :
મૃત શરીરને બાળ્યા પછી, મૃતદેહ માંથી એક શરીર ઉત્પન્ન થાય છે, જેને જીવાત્મા કહેવામાં આવે છે. યમલોકમાં આત્માને સારા-ખરાબ પરિણામ ભોગવવા પડે છે. મૃત્યુ પછી, આત્મા ત્યાં 12 દિવસ ભટકે છે. 13 મા દિવસે આત્મા યમદૂતો દ્વારા પકડી લેવામાં છે.
યમલોકનો માર્ગ વૈતરણી નદીમાંથી નીકળીને 86 હજાર યોજનો છે, જ્યાં 47 દિવસ ચાલ્યા પછી આત્મા યમલોક પહોંચે છે. આ રીતે, એક મૃત્યુ પછી, એક આત્મા 16 હજાર પુરીઓને પાર કરીને યમરાજના લોક એવા યમલોકમાં પહોંચે છે.