fbpx
Tuesday, May 30, 2023

ૐ પર્વતને ભગવાનનો ચમત્કાર કહેવામાં આવે છે, શું તમે જાણો છો તેની આ અદ્ભુત વાતો.

હિંદુ ધર્મમાં ૐ પર્વતનું છે ઐતિહાસિક મહત્વ, અહીં બરફમાંથી ૐ આકાર આપોઆપ બની જાય છે.

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, આદિ કૈલાશ ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. તેની પાસે જ આવેલ પાર્વતી સરોવરને માતા પાર્વતીનું સ્નાન સ્થળ માનવામાં આવે છે. અહીં એક પહાડમાં ૐ નો આકાર બનેલો છે. આવો આજે તેના ઐતિહાસિક મહત્વ વિશે જાણીએ.

હિંદુ ધર્મમાં ભગવાન શિવને સૌથી મહાન તપસ્વી માનવામાં આવે છે. તેમની પૂજા કરનારા લોકોની સંખ્યા અસંખ્ય છે. તમે તેમના ભક્તોને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સરળતાથી શોધી શકશો. હિંદુ ધર્મની માન્યતાઓ અને પુરાણો પ્રમાણે, ભોલે બાબા હિમાલયમાં કૈલાશ માનસરોવર પર નિવાસ કરતા હતા. ત્યાં પણ ૐ પર્વતને વિશેષ સ્થાન માનવામાં આવે છે.

કહેવાય છે કે અહીં ભગવાન શિવનું અસ્તિત્વ હોવું જોઈએ. તમને જણાવી દઈએ કે આજે પણ તમને ભારત અને તિબેટની સરહદ પર આ આકાર જોવા મળશે. અહીં દર વર્ષે બરફમાંથી ૐ આકાર આપોઆપ બની જાય છે. આવો જાણીએ આ જગ્યા વિશે.

નાસ્તિક પણ નમી જાય છે :

તિબેટ, નેપાળ અને ભારતની સરહદો જ્યાં મળે છે ત્યાં ૐ પર્વત આવેલો છે. આ પર્વત સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. અને આશ્ચર્યજનક વાત એ છે કે આ જગ્યા માણસોએ નથી બનાવી, પરંતુ અહીં કુદરતી રીતે 8 અલગ-અલગ આકાર બનેલા છે. આ પર્વતને ભગવાનનો ચમત્કાર કહેવામાં આવે છે. આ ચમત્કાર જોયા પછી નાસ્તિક પણ ભગવાન સમક્ષ માથું ટેકવે છે.

તમને જણાવી દઈએ કે હિમાલયમાં ઓમ પર્વતનું વિશેષ સ્થાન માનવામાં આવે છે. કહેવાય છે કે અહીં ભગવાન શિવનું અસ્તિત્વ હોવું જોઈએ. આ પર્વત આજે પણ ભારત અને તિબેટની સરહદ પર જોઈ શકાય છે, જ્યાં દર વર્ષે બરફમાંથી ૐ નો આકાર બને છે.

ૐ પર્વતની અદ્ભુત વાતો :

તમને જણાવી દઈએ કે તેને આદિ કૈલાશ અથવા નાનો કૈલાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વતની ઊંચાઈ 6,191 મીટર એટલે કે સમુદ્ર સપાટીથી 20,312 ફૂટ છે. માન્યતાઓ પ્રમાણે, આ પર્વતો કુલ 8 જગ્યાઓ બનાવે છે, પરંતુ અત્યાર સુધી માત્ર આ સ્થાનની શોધ થઈ છે. સંપૂર્ણપણે કુદરતી રીતે બનેલા આ પર્વત પર ૐ નો અવાજ ઉત્પન્ન થાય છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે પર્વત પર પડતા બરફને કારણે પણ આવું થઈ શકે છે.

સૂર્ય આવતાની સાથે જ ૐ ચમકવા લાગે છે :

જ્યારે સૂર્યનું પ્રથમ કિરણ આ પર્વત પર પડે છે, ત્યારે ૐ શબ્દ ચમકવા લાગે છે. આ પર્વત સદીઓ જૂનો છે, પરંતુ પહેલીવાર આ પર્વત 1981 માં લોકોની નજરમાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે હિમાલયની પર્વતમાળામાં ઘણા એવા શિખરો છે, જ્યાં દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે.

Related Articles

નવીનતમ