ધર્મ ડેસ્ક: આવતીકાલે હનુમાન જયંતી છે. ચૈત્ર મહિનાની પૂનમે બજરંગબલીનો જન્મ થયો હતો. આ દિવસે ગુજરાત સહિત દેશભરમાં હનુમાનજીની આરાધના, પૂજા અર્ચના કરવામાં આવે છે. આ શુભ દિવસે સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને રામાયણનો પાઠ કરવામાં આવે છે. આ દિવસે ગ્રહો અને નક્ષત્રોના સંયોગથી અનેક શુભ યોગ પણ રચાશે. આ દિવસે શનિ પોતાના કુંભમાં, ગુરુ પોતાના સ્વરાશી મીન રાશિમાં રહેશે. આ દિવસે હસ્તા અને ચિત્રા નક્ષત્રમાં જન્મની ઉજવણી કરવામાં આવશે. આ સ્થિતિમાં બજરંગબલીને ખુશ કરવા સોનેરી તક મળશે.
રામાયણનો પાઠ કરવામાં આવે ત્યાં હનુમાનજી કોઇને કોઇ રૂપમાં હાજર રહેતા હોવાની માન્યતા છે. શ્રદ્ધાળુઓ હનુમાનજીને વિવિધ પ્રસાદ અર્પણ કરીને પણ પ્રસન્ન કરી શકે છે. અહીં હનુમાનજીને રાશિ મુજબ કેવો પ્રસાદ ચઢાવવો તે અંગે જાણકારી આપવામાં આવી છે.
મેષ રાશિના જાતકોએ ચણાના લોટના લડવાનો પ્રસાદ અર્પણ કરવો. તેનાથી શુભ ફળ મળશે.
વૃષભ રાશિના જાતકોએ હલવા પ્રસાદ અર્પણ કરવો. તુલસીના બીજનો પ્રસાદ પણ શુભ ગણાય છે. બજરંગબલી તેનાથી પ્રસન્ન થાય છે.
મિથુન રાશિના જાતકોએ માવાથી બનેલા લાડુનો પ્રસાદ ચઢાવવો જોઈએ.
કર્ક રાશિના જાતકોએ ગાયના ઘીથી બનેલા હલવાનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ.
સિંહ રાશિના જાતકોએ હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને જલેબી અર્પણ કરવી જોઈએ. શુભ ફળ મળશે.
કન્યા રાશિના જાતકોએ હનુમાનજીને ફળનો પ્રસાદ ચઢાવવો જોઈએ. તેઓ જાતક પર પ્રસન્ન થશે.
તુલા રાશિના જાતકોએ હનુમાનજીને પ્રસન્ન કરવા મોતીચુરના લાડુ અર્પણ કરવા.
વૃશ્ચિક રાશિના જાતકોએ બજરંગબલીને પ્રસન્ન કરવા માટે કેળા અર્પિત કરવા.
ધન રાશિના જાતકો બુંદીના લાડુની સાથે તુલસીના પાન અર્પિત કરી શકે છે. તેનાથી હનુમાનજી ખુશ થાય છે.
મકર રાશિના જાતકો મનોકામના પૂર્ણ કરવા મોતીચુરના લાડુ પ્રસાદમાં રાખી શકે છે.
કુંભ રાશિના જાતકોએ હનુમાનજીને સિંદૂર ચોળા ચઢાવવા જોઈએ. લાડુ પણ અર્પણ કરી શકે.
મીન રાશિના જાતકોએ બેસનના લાડુનો પ્રસાદ ધરવો જોઈએ. તેઓ પ્રસાદ સાથે લવિંગ પણ રાખી શકે છે.