04 મે થી શરુ થયો ધનુર્માસ, આ રાશિના લોકોને સૂર્યદેવની કૃપાથી થશે લાભ જ લાભ.
જ્યારે સૂર્ય ભગવાન ધનુ રાશિમાં પ્રવેશ કરે છે અને એક મહિના માટે એજ રાશિમાં રહે છે, એ સમયગાળાને કમુરતા, ધનુર્માસ અને ખરમાસ કહેવામાં આવે છે. ધનુર્માસ દરમિયાન લગ્ન, મુંડન અને ગૃહપ્રવેશ વગેરે જેવા શુભ કાર્યો બંધ રહે છે. સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા માનવામાં આવે છે, જેની અસર દરેક વ્યક્તિના જીવન પર પડે છે.
આ વખતે ધનુર્માસ 04 મે 2023 થી શરૂ થયો છે. ધનુસંક્રાંતિ એટલે કે ધનુર્માસના દિવસે વિશેષ યોગ બન્યો છે. સૂર્યના ધનુ રાશિમાં પ્રવેશતાની સાથે જ બુધાદિત્ય યોગ બન્યો છે. આ સમયે બુધાદિત્ય યોગના કારણે આખા ધનુર્માસમાં કેટલીક રાશિના લોકોને વિશેષ પરિણામ મળશે. ચાલો જાણીએ કે ધનુર્માસ બધી રાશિઓ પર કેવી અસર કરશે.
મેષ : ધનુર્માસના સમયે મેષ રાશિના લોકોના નવમા ભાવમાં બુધાદિત્ય યોગ બની રહ્યો છે. જેના કારણે તેમને આ સમયે વિશેષ ફળ મળશે. મેષ રાશિના લોકોની કુંડળીમાં આ સમયે ધનનો યોગ રહેશે. દરેક કાર્યમાં પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી છુટકારો મળશે.
વૃષભ : વૃષભ રાશિના લોકોના આઠમા ભાવ (ઘર)માં બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આઠમા ઘરને ઉંમરનું ઘર અને રહસ્યનું ઘર પણ કહેવામાં આવે છે. તેમજ તેને પૂર્વજોની મિલકતનો ભાવ પણ કહેવામાં આવે છે. વૃષભ રાશિના લોકો માટે આ સમયે પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે. આ સમયે ધન આગમનની નવી તકો પણ બની રહી છે. આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે. પરંતુ આ સમયે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.
મિથુન : મિથુન રાશિના લોકોના સાતમા ઘરમાં બુધાદિત્ય યોગ બની રહ્યો છે. તેનાથી દામ્પત્ય જીવનમાં સુધારો થશે. પરિવારમાં મનભેદનો અંત આવશે. ભાગીદારીથી આર્થિક લાભ થશે. વેપારમાં પણ લાભ થશે.
કર્ક : કર્ક રાશિના લોકો માટે ધનુર્માસનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. કર્ક રાશિના છઠ્ઠા ભાવમાં બુદ્ધાદિત્ય યોગની સાથે લક્ષ્મી નારાયણ યોગ પણ બની રહ્યો છે. કર્ક રાશિના લોકોએ આ સમયે પોતાના શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. કરિયર માટે પણ આ સમય સારો છે.
સિંહ : સિંહ રાશિના પાંચમા ઘરમાં બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ સમયે જે લોકો તેમના વૈવાહિક સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તેમના સંબંધોમાં સુધારો થશે. પ્રેમ સંબંધો માટે આ સમય ખૂબ જ સારો છે. શિક્ષણ માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કન્યા : કન્યા રાશિના ચોથા ઘરમાં બુધાદિત્ય યોગ બની રહ્યો છે. ધનુર્માસના સમયે આ યોગના કારણે કન્યા રાશિના લોકો માટે વિશેષ પરિણામ મળવાની સંભાવના છે. કન્યા રાશિના લોકો પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશે. આર્થિક લાભ પણ પ્રાપ્ત થશે.
તુલા : તુલા રાશિના લોકોના ત્રીજા ઘરમાં બુધાદિત્ય યોગ બની રહ્યો છે. તુલા રાશિના લોકો જે પણ કાર્ય કરશે તેમાં સફળતા મળશે અને દુશ્મનોનો મક્કમતાથી સામનો કરશે.
વૃશ્ચિક : વૃશ્ચિક રાશિવાળાનો બુધાદિત્ય યોગ ધન ભાવમાં બની રહ્યો છે. વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય સારો રહેવાનો છે. આ સમયે તમારા માટે આવકના નવા રસ્તા ખુલશે. આ સમય બચત કરવા માટે આ સારો માનવામાં આવે છે.
ધનુ : ધનુ રાશિના લોકોના લગ્ન ભાવમાં બુધાદિત્ય યોગ બની રહ્યો છે. ધનુ રાશિના લોકો જે પણ કામ કરશે, તેમને તે કાર્યમાં સફળતા મળશે.
મકર : મકર રાશિના આ બારમા ભાગમાં બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ સમયે ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવું પડશે. જે લોકો વિદેશમાં બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ સમય શુભ છે.
કુંભ : કુંભ રાશિના લોકો માટે પણ આ સમય સારો રહેવાનો છે કારણ કે તેમના લાભ ભાવમાં આ બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ સમયે કાર્યક્ષેત્રમાં દરેક સાથે સંબંધો સારા રહેશે અને સહકર્મચારીઓનો સહયોગ પણ પ્રાપ્ત થશે. પ્રમોશન પણ મળી શકે છે.
મીન : આ બુધાદિત્ય યોગ મીન રાશિના કર્મ ભાવમાં બની રહ્યો છે. ધનુર્માસના સમયે તમને નોકરીમાં પ્રગતિ મળશે. નેતૃત્વની તકો મળશે. આવકમાં વધારો થશે.