જેમની વાણીમાં તોતડાવું જેવી ખામી હોય તે વસંત પંચમીના દિવસે કરે આ કામ, સરસ્વતી માતાની કૃપાથી થશે લાભ.
નવા વર્ષ 2023 માં, વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરી, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે દેવી સરસ્વતીની જન્મજયંતિ પણ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ઋષિ વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, શૌનક અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ પણ સરસ્વતીની પૂજાથી ધન્યતા અનુભવી હતી.
એટલું જ નહીં, કવિ કાલિદાસને પણ વિદ્યા અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીની કૃપાથી જ યશ અને ખ્યાતિ મળી હતી. જો વિદ્યાર્થીઓએ પણ વિદ્યા, બુદ્ધિ, વાણી અને જ્ઞાન મેળવવું હોય તો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને ઉપાયો કરવા જોઈએ, જેથી તેમને માતા સરસ્વતીના વિશેષ આશીર્વાદ મળે.
પ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવસથી જ શિક્ષણની શરૂઆત કરવામાં આવતી હતી અને આ પરંપરા આજે પણ જીવંત છે. માન્યતા અનુસાર આ દિવસથી શિક્ષણની શરૂઆત કરવાથી બાળક અપાર સફળતા અને જ્ઞાન પ્રાપ્ત કરે છે.
તો ચાલો જાણીએ આ વસંત પંચમી પર વિદ્યાર્થીઓ માટે કરી શકાય તેવા સરળ ઉપાય.

વસંત પંચમીના ઉપાય :
1) વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે, સવારે ઉઠતાની સાથે જ હથેળીઓના મધ્ય ભાગના દર્શન કરો.
2) વાણી સિદ્ધિ માટે વસંત પંચમીના દિવસે તમારી જીભને તાળવા પર લગાવીને સરસ્વતીના બીજ મંત્ર ‘એં’ નો જાપ કરવાથી લાભ થાય છે.
3) બાળકોની તેજ બુદ્ધિ માટે આ દિવસથી તેમને બ્રાહ્મી, મેઘાવતી, શંખપુષ્પી આપવાનું શરૂ કરો.
4) વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓએ તેમના મુશ્કેલ પાઠ્યપુસ્તકોમાં મોરના પીંછા રાખવા જોઈએ.
5) જેમની વાણીમાં તોતડાવું જેવી ખામી હોય, તેમણે આ દિવસે વાંસળીના છિદ્રમાં મધ ભરીને તેને મીણથી બંધ કરીને તેને જમીનમાં દાટી દેવી. આમ કરવાથી લાભ થશે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.