આ બે ગ્રહોની જોડી 3 રાશિના લોકો માટે રહેશે ફાયદાકારક, બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિમાં શુક્ર અને શનિનો સંયોગ કેટલીક રાશિના લોકોના જીવનમાં શુભ પરિણામ આપનાર છે. આ રાશિના લોકોને બિઝનેસ અને કરિયરમાં વિશેષ સફળતા મળશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ કોઈ રાશિમાં પ્રવેશ કરે છે અને તેમાં બીજો કોઈ ગ્રહ પહેલાથી જ હાજર હોય છે, ત્યારે તે બે ગ્રહોના મિલનને યુતિ કહેવામાં આવે છે. શનિ અને શુક્ર મકર રાશિમાં એકસાથે બેઠેલા હોવાને કારણે આ બંનેનો સંયોગ અનેક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને શુક્ર વચ્ચે મિત્રતાનો ભાવ છે, આવી સ્થિતિમાં 3 રાશિના લોકોને વિશેષ લાભ મળશે. જાણો એ રાશિઓ વિશે.
વૃષભ રાશિ :
મકર રાશિમાં શુક્ર અને શનિની યુતિના કારણે વિશેષ શુભ લાભ થવાની સંભાવના છે. જણાવી દઈએ કે આ રાશિના નવમા ઘર(ભાવ) માં આ યુતિ બનવા જઈ રહી છે. તેને ભાગ્ય અને વિદેશ યાત્રાનું ઘર માનવામાં આવે છે. એટલા માટે આ સમય દરમિયાન ભાગ્ય તમારો સાથ આપશે. ભાગ્યમાં વધારો થશે. તેમજ જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેમની ઈચ્છાઓ પણ જલ્દી પૂરી થઈ શકે છે. વ્યાપારી લોકો વેપારના સંબંધમાં વિદેશ પ્રવાસ પણ કરી શકે છે.

ધનુ રાશિ :
ધનુ રાશિના લોકો માટે શુક્ર અને શનિનો સંયોગ શુભ અને ફળદાયી રહેશે. જણાવી દઈએ કે આ રાશિના બીજા ઘરમાં આ યુતિ થવા જઈ રહી છે. તે સંપત્તિ અને વાણીનું સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમને આકસ્મિક પૈસા મળવાની સંભાવના છે. આટલું જ નહીં ધાર્મિક બાબતોમાં પણ સ્થિતિ સારી થઈ શકે છે. ધંધામાં રોકાયેલ પેમેન્ટ આ સમય દરમિયાન મળી શકે છે. આ સમયે તમે જે પણ કામમાં હાથ લગાવો છો તેમાં તમને સફળતા મળશે.
મીન રાશિ :
તમને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે શનિ અને શુક્રનો સંયોગ સાનુકૂળ રહેવાનો છે. આ રાશિના લોકોના દસમા ઘરમાં આ યુતિ બનવા જઈ રહી છે. તેને કાર્યસ્થળ અને નોકરીનું સ્થળ માનવામાં આવે છે. આ સમયમાં આવકના સાધનો વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરીમાં કામ કરતા લોકોને પણ આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ મળશે. બેરોજગાર લોકોને પણ નોકરી મળી શકે છે. પિતા સાથેના સંબંધોમાં મજબૂત થશે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.