fbpx
Thursday, June 1, 2023

હિંદુ ધર્મમાં કોઈના નિ, ધન પછી ગરુડ પુરાણનો પાઠ શા માટે આવે છે? જાણો 10 ખાસ વાંચો.

શું છે ગરુડ પુરાણ? તેમાં શું જણાવવામાં આવ્યું છે? જાણો આત્માનું શું થાય છે?

હિંદુ ધર્મ પ્રમાણે જ્યારે કોઈના ઘરમાં કોઈનું મ-રૂ-ત્યુ-થા-ય છે તો 13 દિવસ સુધી ગરુડ પુરાણનો પાઠ રાખવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે, કોઈ આત્મા તરત જ બીજો જન્મ લે છે. તો કેટલાકને 3 દિવસ, કેટલાકને 10 થી 13 દિવસ અને કેટલાકને દોઢ મહિનાનો સમય લાગે છે. પરંતુ જેની યાદશક્તિ મજબૂત હોય, મોહ ઊંડો હોય અથવા અકાળે મ-રૂ-ત્યુપામ્યો હોય, તો તેને બીજો જન્મ લેતાં ઓછામાં ઓછું એક વર્ષ લાગે છે. ત્રીજા વર્ષે તેમનું છેલ્લું તર્પણ કરવામાં આવે છે. તેમ છતાં આવી ઘણી આત્માઓ હોય છે, જેમને રસ્તો નથી દેખાતો અને ભટકતી રહે છે.

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આત્મા લગભગ 13 દિવસ સુધી એક જ ઘરમાં રહે છે. આવી સ્થિતિમાં જો ઘરમાં નિયમિત રીતે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે તો માત્ર તેને સાંભળવાથી જ આત્માને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ શક્ય બને છે. આ સિવાય આ પુરાણમાં જીવન સાથે જોડાયેલા આવા સાત મહત્વના નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું દરેક વ્યક્તિએ ખૂબ જ સરળતાથી પાલન કરવું જોઈએ.

શું છે ગરુડ પુરાણ?

એકવાર ગરુડે ભગવાન વિષ્ણુને જીવોના મ-રૂ-ત્યુ, યમલોક યાત્રા, નરકયોનિઓ અને મોક્ષ વિશે ઘણા ગૂઢ અને રહસ્યમય પ્રશ્નો પૂછ્યા. ભગવાન વિષ્ણુએ તે પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યા. પ્રશ્નો અને જવાબોની આ શ્રેણી ગરુડ પુરાણ છે. ગરુડ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય સિવાય પણ ઘણું બધું છે. તેમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમો અને ધર્મની બાબતો છે. ગરુડ પુરાણમાં એક તરફ મ-રૂ-ત્યુનું રહસ્ય છે, તો બીજી તરફ જીવનનું રહસ્ય પણ છુપાયેલું છે.

ગરુડ પુરાણમાંથી આપણને અનેક પ્રકારના ઉપદેશ મળે છે. ગરુણ પુરાણમાં મ-રૂ-ત્યુ પહેલા અને પછીની સ્થિતિ જણાવવામાં આવી છે. આ પુરાણ ભગવાન વિષ્ણુની ભક્તિ અને જ્ઞાન પર આધારિત છે. દરેક વ્યક્તિએ આ પુરાણ વાંચવું જોઈએ. ગરુડ પુરાણ હિંદુ ધર્મના પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથોમાંનું એક છે. તે 18 પુરાણોમાંનું એક માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં આપણા જીવન વિશે ઘણી વિશિષ્ટ વાતો કહેવામાં આવી છે. જેના વિશે વ્યક્તિએ જાણવું જ જોઈએ.

કોઈના મ-રૂ-ત્યુ પછી કેમ સાંભળવામાં આવે છે?

1) ગરુણ પુરાણ મ-રૂ-ત્યુ પહેલા અને પછીની સ્થિતિ વિશે જણાવે છે. એટલા માટે આ પુરાણ મ-રૂ-તકને સંભળાવવામાં આવે છે.

2) 13 દિવસ સુધી મ-રૂ-તક તેના પ્રિયજનો સાથે રહે છે. આ દરમિયાન ગરુડ પુરાણનો પાઠ રાખવાથી તેને સ્વર્ગ-નર્ક, ગતિ, સદગતિ, અધોગતિ, દુર્ગતિ વગેરે પ્રકારની ગતિની જાણકારી મળે છે.

3) આગળની સફરમાં તેણે કઈ-કઈ બાબતોનો સામનો કરવો પડશે? તે કઈ દુનિયામાં જઈ શકે છે? આ બધું તે ગરુડ પુરાણ સાંભળીને જાણે છે.

4) જ્યારે મ-રૂ-ત્યુ પછી ઘરમાં ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે, તો આ બહાને મ-રૂ-તકના સંબંધીઓને ખબર પડે છે કે અશુભ શું છે અને કયા પ્રકારનાં કાર્યોથી મોક્ષ મળે છે, જેથી મ-રૂ-તક અને તેના પરિવાર બંને સારી રીતે જાણે કે કયા કાર્યો કરવા જોઈએ. ઉચ્ચ લોકની યાત્રા કરવા કયા પ્રકારના કર્મ કરવા જોઈએ.

5) ગરુડ પુરાણ આપણને સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે. સત્કર્મ અને સદમતી જ સદ્દગતિ અને મુક્તિ મળે છે.

6) ગરુડ પુરાણમાં વ્યક્તિના કર્મોના આધારે વિવિધ નરકની સજા કહેવામાં આવી છે. ગરુડ પુરાણ પ્રમાણે, કઈ વસ્તુઓ વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે, આ વાતનો જવાબ ભગવાન વિષ્ણુએ પોતે આપ્યો છે.

7) ગરુડ પુરાણમાં આપણા જીવન વિશે ઘણી વિશિષ્ટ વાતો કહેવામાં આવી છે. જેના વિશે વ્યક્તિએ જાણવું જ જોઇએ. આત્મજ્ઞાનની ચર્ચા એ ગરુડ પુરાણનો મુખ્ય વિષય છે. ગરુડ પુરાણના ઓગણીસ હજાર શ્લોકોમાંથી બચેલા સાત હજાર શ્લોકોમાં જ્ઞાન, ધર્મ, નીતિ, રહસ્ય, વ્યવહારિક જીવન, આત્મા, સ્વર્ગ, નરક અને અન્ય લોકનું વર્ણન જોવા મળે છે.

8) આમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદાચાર, નિઃસ્વાર્થ કર્મોના મહિમા સાથે સામાન્ય માનવીને ત્યાગ, દાન, તપ, તીર્થયાત્રા વગેરે શુભ કાર્યોમાં પ્રેરિત કરવા માટે અનેક લૌકિક અને દિવ્ય ફળોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધી બાબતો જાણીને મ-રૂ-તક અને તેનો પરિવાર તેનું જીવન સુંદર બનાવી શકે છે.

9) આ સિવાય આયુર્વેદ, નિતિસાર વગેરે વિષયોના વર્ણનની સાથે મ-રૂ-ત આત્માના અંતિમ સમયમાં કરવાના કાર્યોનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

10) કહેવાય છે કે ગરુડ પુરાણનો પાઠ સાંભળવાથી જ મ-રૂ-તકની આત્માને શાંતિ મળે છે અને તેને મોક્ષનો માર્ગ જાણવા મળે છે. પોતાની બધી વેદનાઓ ભૂલીને તે પ્રભુના માર્ગે ચાલે છે અને મોક્ષ પ્રાપ્ત કર્યા પછી કાં તો પિતૃલોકમાં જાય છે અથવા ફરી મનુષ્યયોનિમાં જન્મ લે છે. તેણે ભૂતની જેમ ભટકવું પડતું નથી.

નરક : ગરુડ પુરાણમાં 84 લાખ નરકોનું વર્ણન આપવામાં આવ્યું છે અને તેમાંથી 16 નરકોને ઘોર નરક તરીકે વર્ણવવામાં આવ્યા છે.

ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે – નૈનં છિન્દન્તિ શાસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ। ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ ॥

અર્થ – શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આ આત્મા અમર છે, તેને ન તો અગ્નિથી બાળી શકાય છે, ન પાણીથી ભીંજવી શકાય છે, ન પવન તેને સૂકવી શકે છે અને ન તો કોઈ શસ્ત્ર તેને કાપી શકે છે. આત્માનો નાશ કોઈ કરી શકતું નથી. આ શરીર નાશવંત છે અને આત્મા અવિનાશી છે. જન્મ કે મ-રૂ-ત્યુ માત્ર શરીરનું છે, આત્માનું નથી. આત્માને ન તો સંસારના કોઈ શ-સ્ત્ર-થી કા-પી શકાય છે અને ન અગ્નિમાં બાળીને તેનો નાશ થઈ શકે છે.

અહીં ભગવાન કૃષ્ણ કહેવાનો અર્થ એ છે કે મનુષ્ય જેને જન્મ કે મ-રૂ-ત્યુ માને છે, વાસ્તવમાં એવું કંઈ થતું નથી. જન્મ અથવા મ-રૂ-ત્યુ ફક્ત આ નશ્વર શરીરનું છે, આત્મા જન્મ અને મ-રૂ-ત્યુથી પર છે. આત્મા અમર અને શાશ્વત છે.

વિરોધાભાસ ક્યાં છે?

ગરુડ પુરાણ પ્રમાણે, યમદૂત મ-રૂતકોને વૈતરણી નદી પાર કરાવે છે, રસ્તામાં તેમને ત્રા-સ-આ-પે છે. પછી નરકમાં તેઓને તેમના કર્મ પ્રમાણે સજા મળે છે. અથવા ચિત્રગુપ્ત તેમના સારા કાર્યો પ્રમાણે તેમને સ્વર્ગમાં મોકલે છે. ઇસ્લામમાં તેને જન્નત અને દોઝખ કહેવામાં આવે છે. અંગ્રેજો તેને હેલ એન્ડ હેવન કહે છે.

સવાલ એ થાય છે કે જ્યારે મ-રૂ-ત્યુ પછી શરીરને બાળવામાં આવે છે અથવા દફનાવવામાં આવે છે અથવા તેના શરીરને હોસ્પિટલમાં દેહ દાન કરવામાં આવે છે, તો પછી તેને નરકમાં ગરમ ​​તેલમાં કેવી રીતે તળવામાં આવે છે, તે બેહોશ થાય ત્યાં સુધી તેને કેવી રીતે પીટવામાં આવે છે, આગમાં સળગાવામાં કેવી રીતે આવે છે, શારીરિક યાતનાઓ, વેદના કેવી રીતે આપી શકાય છે?

સ્વર્ગ નર્ક ઉપર આધારિત ઘણા સમય પહેલા મોટા મોટા કેલેન્ડરો કરણી ભરણીના નામથી આવતા હતા, જેમાં નરકની યા તનાઓ બખૂબી દર્શાવવામાં આવતી હતી. અહીં ગરુડ પુરાણ અને ગીતા વચ્ચે એકબીજાનો વિરોધાભાસ છે.

પુનર્જન્મ : એવા ઘણા જીવંત ઉદાહરણો છે જેમાં, જન્મના થોડા સમય પછી, બાળકો તેમના પાછલા જન્મના તેમના માતાપિતા પાસે જવાનો આગ્રહ રાખે છે અથવા તેમના અગાઉના જન્મની સ્થિતિનું વર્ણન કરવાનું શરૂ કરે છે, જે એકદમ સાચું હોવાનું બહાર આવ્યું છે. પુનર્જન્મની વાસ્તવિક ઘટનાઓની વિગતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે.

ગીતામાંની માન્યતા એ વિશ્વાસ પર વધુ મક્કમ બને છે કે શરીર નશ્વર છે, મ-રૂ-ત્યુ પછી આત્મા તેના કર્મ પ્રમાણે એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશે છે. અહીં 84 લાખ જન્મોની પૂર્વધારણા પણ સાર્થક લાગે છે કે પ્રાણીઓ, પક્ષીઓ કે અન્ય જીવોમાં પણ આત્મા હોય છે.

જ્યોતિષ શું કહે છે?

જ્યોતિષ શાસ્ત્ર પાછલા જન્મ અને આગામી જન્મ વિશે ખૂબ જ સ્પષ્ટ છે. જન્માક્ષરનું પાંચમું ઘર પાછલા જન્મના કાર્યોને સમજાવે છે, જ્યારે 12 મું ઘર આગામી જન્મ વિશે વાત કરે છે.

Related Articles

નવીનતમ