ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મ મુજબ નવરાત્રિ વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. જેમાંથી 2 પ્રત્યક્ષ નવરાત્રી હોય છે અને 2 ગુપ્ત નવરાત્રી હોય છે. ચૈત્ર (Chaitra Navratri) અને અશ્વિન મહિનાની નવરાત્રિને પ્રત્યક્ષ નવરાત્રી ગણાય છે. જેમાં મા દુર્ગાની પૂજા કરવાની સાથે સાથે સજાવટ કરવામાં આવે છે. અશ્વિન મહિનામાં નવરાત્રિની ઉજવણી ભક્તિ અને હર્ષોલ્લાસથી કરવામાં આવે છે. ગરબા રમવામાં આવે છે. ભંડારા અને જાગરણ કરવામાં આવે છે.
આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 22 માર્ચ 2023થી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રિના 9 દિવસમાં દેવી દુર્ગાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવશે. એટલું જ નહીં ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસથી જ હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત 2080નો પણ પ્રારંભ થશે.
ધન પ્રાપ્તિ માટે નવરાત્રી પર શું કરી શકાય?
નવરાત્રિ દરમિયાન મા દુર્ગા ધરતી પર વિચરણ કરતાં હોવાની માન્યતા છે. તેથી આ સમય માતાજીની કૃપા મેળવવા, તેમને પ્રસન્ન કરવા માટે ખૂબ જ યોગ્ય ગણાય છે. આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન કરેલ સારા કર્મો અને વ્રત ઘણાં ફળ આપે છે. જેથી અહીં ચૈત્ર નવરાત્રિને પર શું કરવું જોઈએ તે અંગે જાણકારી આપવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રિ પર અજમાવો આ ઉપાયો
– નવરાત્રિની શરૂઆતમાં આખા ઘરમાં ગંગા જળ છાંટો. આમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મકતાનો વ્યાપ વધશે. નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહેશે અને આર્થિક સમૃદ્ધિ આવશે.
– નવરાત્રિમાં માં દુર્ગાની પૂજા કરો. દરરોજ માતાજીની પૂજા કરતા પ્રથમ પૂજ્ય ગણેશની પૂજા કરો. આમ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. તેઓની કૃપાથી વ્યક્તિને રિધ્ધિ સિધ્ધી મળે છે.
– દાંપત્ય જીવનમાં સુખ અને મધુરતા લાવવા માટે નવરાત્રી દરમિયાન તમારા ઘરમાં ઘટસ્થાપન કરો. ઘટસ્થાપન કરતાં પહેલા સ્વસ્તિક બનાવો.
– નવરાત્રિમાં ઘરમાં તુલસીનો છોડ લગાવો જ જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને બહોળા આશીર્વાદ આપે છે. તુલસીના છોડની નજીક સિક્કો મૂકવો અને ધન માટે પ્રાર્થના કરો.
– દેવામાંથી મુક્તિ મેળવવા માટે નવરાત્રિમાં રોટલીને વહેતા પાણીમાં વહાવી દો. તેનાથી જીવનના તમામ અવરોધો અને સંકટ દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે.
– નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મેળવવો હોય તો નવરાત્રિમાં માતાજીને પાનનું બીડું અર્પણ કરો. નોકરી-ધંધામાં ઝડપી વૃદ્ધિ થશે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.