Tuesday, October 3, 2023

હોળી 2023 માટે હેર કેર ટિપ્સ: હોળીના રંગોથી હેરત કોઈ ખરાબ નથી, ફોલો કરો આ ટિપ્સ

Hair care tips for holi: હોળીના દિવસોને હવે થોડા જ દિવસોની વાર છે. હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે. આ વખતે ધૂળેટી 8 માર્ચના રોજ છે. ધૂળેટીએ રંગોનો તહેવાર છે. આ તહેવારમાં રંગોથી રમવાથી લઇને અનેક વસ્તુઓની મજા આવે છે. ધૂળેટીના તહેવારમાં વાળનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. આ દિવસે તમે હેર કેર પ્રોપર રીતે કરતા નથી તો તમારા વાળને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ હેરમાં કલર જાય છે અને વાળની રફનેસમાં વધારો થાય છે. તો જાણો તમે પણ હોળીના કેમિકલવાળા રંગોથી તમારા વાળને કેવી રીતે બચાવશો.

  • હોળીના રંગોથી વાળને બચાવવા માટે સૌ પ્રથમ પહેલું સ્ટેપ એ ધ્યાનમાં રાખો કે તમારા વાળ કોરા ના હોય. કોરા વાળમાં રંગ લાગે છે તો અનેક ઘણું નુકસાન થાય છે.
  • હોળીના રંગોથી વાળને બચાવવા માટે હંમેશા હેર ઓઇલ કરો અને પછી રંગોથી રમવાની મજા માણો. તમને એક વાત જણાવી દઇએ કે હોળીના રંગોથી તમારા વાળને અનેક ઘણું નુકસાન થાય છે એવામાં તમે વાળમાં તેલ નાંખો છો તો વાળ સેફ રહે છે. આ સાથે જ હેર ઓઇલ કરવાથી વાળમાં લાગેલો કલર પણ જલદી નિકળી જાય છે. કલર તેલ પર લાગે છે જેના કારણે હેર ડેમેજ થતા નથી અને હેર સારા રહે છે.
    • ધૂળેટી તમે રમીને ઘરે આવો ત્યારે સૌથી પહેલાં હેર વોશ કરી લો. હેર વોશ તમારે હુંફાળ પાણીથી કરવાના રહેશે. વધારે ગરમ પાણીથી હેર વોશ કરવાના નથી. વધારે ગરમ પાણીથી હેર વોશ કરો છો તો તમારા વાળ ડેમેજ થાય છે. આ માટે તમે સૌથી પહેલાં વાળમાંથી કલર કાઢવા માટે હુંફાળુ પાણી નાંખો અને પછી શેમ્પૂથી હેર વોશ કરો. ત્યારબાદ કન્ડિશનર લગાવો. આમ કરવાથી વાળ ડેમેજ નહીં થાય અને કલર પણ જલદી નિકળી જશે.
  • હોળી રમવા જાવો ત્યારે ક્યારે પણ વાળ ખુલ્લા રાખીને જવાની ભૂલ કરશો નહીં. વાળ ખુલ્લા રાખવાથી તમારી સ્કિન અને વાળને અનેક ઘણું નુકસાન થાય છે.

Related Articles

નવીનતમ