Tuesday, October 3, 2023

સંકષ્ટ ચતુર્થી 2023 કૃષ્ણ પક્ષમાં આ તિથિ આવે છે, આવી રીતે ગણેશજીની પૂજા કરો

દર મહિને ગણપતિની બે ચતુર્થી

દર વર્ષે હિન્દી મહિનામાં બેવાર ચતુર્થી આવે છે. આ દિવસે લોકો ભગવાન ગણેશજીની પૂજા કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થી દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં ચોથા દિવસે આવે છે. શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અથવા અંગારકી ચતુર્થી પણ કહેવાય છે, જ્યારે કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. કેટલાક લોકો એને સંકટ હારા ચૌથના નામથી પણ ઓળખે છે. આ દિવસે દક્ષિણ ભારતમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત સૂર્યોદયથી લઈ ચંદ્રોદય સુધી હોય છે.

સંકષ્ટી ચતુર્થીનું મહત્વ

સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શનનું બહુ મહત્વ હેય છે. આ વ્રત ચંદ્ર દર્શન સાથે પૂર્ણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સંકષ્ટીના દિવસે વ્રત રાખવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. વર્ષમાં સંકષ્ટી ચતુર્થીના 13 વ્રત રાખી શકાય છે અને દરેક વ્રત માટે એક અલગ વ્રત-કથા હોય છે.

ગણેશજીની પૂજા કેવી રીતે કરવી?

સંકષ્ટી ચતુર્થીના દિવસે સવારે સ્નાન કરી જો લાલ કપડાં પહેરશો તો ઉત્તમ માનવામાં આવે છે. ત્યાર બાદ ભગવાન ગણેશને પાણીથી અભિષેક કરવો અને તેમને સ્વચ્છ કપડાં પહેરાવો છે. પછી તેમને ધૂપ-દીવો પ્રગટાવી તેમની પૂજા કરો. ગણેશજીને તલ-ગોળના લાડુ અને મોદક ભોગ ધરાવો, જે તેમને ખૂબ પ્રિય છે. ત્યાર બાદ ગણેશ ચતુર્થી સંબંધિત કથા વાંચો અથવા સાંભળો. ત્યાર બાદ લામ્બદોરની આરતી કરો. ભગવાની ગણેશજીની પૂજા કરી મોદકનો પ્રસાદ ગ્રહણ કરો ચંદ્રામાને જળ ચઢાવી તેમની પૂજા કરો. ત્યાર બાદ જ સાત્ત્વિક ભોજન કરો.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

નવીનતમ