નવી દિલ્હી: દરેક મહિનામાં બે ચતુર્થી વ્રત આવે છે. તેમાં સંકષ્ટી ચતુર્થી (Sankashti Chaturthi)ને સંકટહરા ચતુર્થી પણ કહેવામાં આવે છે, જે ગણેશ ભગવાન (Lord Ganesha)ને સમર્પિત દિવસ છે. આ દિવસ કૃષ્ણ પક્ષના ચોથા દિવસે આવે છે. આ દિવસે રિદ્ધી-સિદ્ધિના દાતા ગણેશજી માટે ભક્તો ખાસ પૂજા-અર્ચના કરે છે. વર્ષ 2023ની છેલ્લી સંકષ્ટી ચતુર્થી (Last Sankashti Chaturthi) 22 ડિસેમ્બરે મનાવવામાં આવશે. સંકષ્ટી ચતુર્થીના દિવસે વ્રત-પૂજા કરીને ગણેશજીના શુભ આશીર્વાદ મળે છે. આ વખતે ચતુર્થી બુધવારે હોવાથી વધુ શુભ માનવામાં આવે છે, કારણ કે બુધવારનો દિવસ ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો ગણેશજીની પૂજા કરતા પહેલા ચંદ્રના દર્શન કરીને રાત્રે ઉપવાસ તોડે છે. એવી માન્યતા છે કે આ વ્રત રાખવાથી સમસ્યાઓ ઓછી થાય છે, કારણ કે ભગવાન ગણેશજી તમામ બાધાને દૂર કરે છે અને તમામ મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ગણેશ બુદ્ધિના પરમ સ્વામી છે.
પૂજાનું મુહૂર્ત
તિથિ – 22 ડિસેમ્બર, 2023, બુધવાર
પૂજન મુહૂર્ત – રાત્રે 08.15થી રાત્રે 09.15 સુધી (અમૃત કાળ)
ચંદ્ર દર્શન મુહૂર્ત – રાત્રે 08.30થી રાત્રે 09.30 સુધી
સંકષ્ટી ચતુર્થી પૂજા વિધિ
*સૌથી પહેલા બ્રહ્મ મૂહુર્તમાં સ્નાન કરીને સ્વચ્છ કપડા ધારણ કરો.
*પૂજા માટે ઇશાન દિશામાં ચોકી પર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો.
*ચોકી પર લાલ કે પીળા રંગનું કપડું પાથરો.
*ભગવાન ગણેશ સામે હાથ જોડીને પૂજા અને વ્રતનો સંકલ્પ કરો.
*ગણેશજીને જળ, અક્ષત, દૂર્વા ઘાસ, લાડું, પાન, ધૂપ વગેરે અર્પિત કરો.
*ॐ गं गणपतये नमः મંત્રનો જાપ કરતા ભગવાન ગણેશને પ્રાર્થના કરો.
*આ ઉપરાંત એક કેળાનું પાન લો, તેના પર રોલીથી ચોરસ બનાવો.
*ચોરસના આગળના ભાગ પર ઘીનો દીવો પ્રગટાવો.
*પૂજા બાદ ચંદ્રમાને મધ, ચંદન, રોલી મિશ્રિત કરેલા દૂધથી અર્ધ્ય આપો અને વ્રતના પારણા કરો.
આ મંત્રનો કરો જાપ
વક્રતુણ્ડ઼ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ, નિર્વિઘ્નં કુરૂ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા
આ મંત્રનો જાપ કરવાથી કોઇ પણ નવા કામમાં સફળતા મળે છે.
ઓમ એકદન્તાય વિહે વક્રતુણ્ડાય ધીમહિ તન્ના દન્તિઃ પ્રચોદયાત્
ગણેશજીના આ મંત્રનો જાપ કરીને તેમને પ્રસન્ન કરી શકાય છે અને તેમના આશીર્વાદ મળે છે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.