fbpx
Tuesday, May 30, 2023

હોળી 2023: હોળી પહેલા આ કારણથી લક્ષ્મી અને કુબેરદેવ થશે શક્તિ, ચુંબની જેમ લડી લેવાશે વસ્તુ

ધર્મ ડેસ્ક: હિંદુ ધર્મમાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે હોળીના તહેવારની ઊજવણી કરવામાં આવે છે. હોળીના દિવસે હોળીકા દહન અને તેના બીજા દિવસે રંગોનો ઉત્સવ ધુળેટી મનાવવામાં આવે છે. આ વર્ષે 8 માર્ચના રોજ હોળી ઊજવવામાં આવશે. હોળી પહેલા ઘરમાં આ વસ્તુ લાવવી તે તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં હોળીના દિવસ માટે કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ સમૃદ્ધિ તથા બરકત આવે છે.

વાસ્તુ દોષથી બચવા માટે

તમારા ઘરમાં પૈસા શા માટે ટકતા નથી અથવા કામ કરવા છતાં સફળતા શા માટે નથી મળતી. તો તે માટે વાસ્તુ દોષ જવાબદાર હોઈ શકે છે. તો આ વાસ્તુદોષના ઉપાય માટે હોળી પહેલા ઘરમાં એક ખૂબ જ સુંદર તોરણ લાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો. આ પ્રકરે કરવાથી ઘરમાંથી વાસ્તુદોષ ખતમ થઈ જાય છે.

એક્વેરિયમ

ઘરમાં નાણાંકીય આવક વધે તે માટે ઘરની ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં એક એક્વેરિયમ રાખો. આ દિશાને કુબેરનું સ્થાન ગણવામાં આવે છે, તેથી આ દિશામાં એક્વેરિયમ રાખવાથી સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

ઘરમાં વાંસનો છોડ લાવો

ઘરમાં વાંસનો છોડ રાખવાને શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, ઘરમાં વાંસનો છોડ રાખવાથી નકારાત્મક ઊર્જા ખતમ થઈ જાય છે. આ કારણોસર હોળી પહેલા ઘરમાં વાંસનો છોડ લાવો. આ પ્રકારે કરવાથી ઘરના તમામ સભ્યોનું આરોગ્ય સારું રહે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

ક્રિસ્ટલનો કાચબો

હોળી પહેલાં ઘરમાં ક્રિસ્ટલનો કાચબો લાવવાને શુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને આર્થિક પ્રગતિ થાય છે, ઉપરાંત ધન પ્રાપ્તિ પણ થાય છે.

ડ્રેગનનું ચિત્ર

ઘરમાં ડ્રેગનની મૂર્તિ અથવા ચિત્ર રાખવાને શુભ માનવામાં આવે છે. આ લગાવવાથી ઘરના સભ્યોને ખરાબ નજર લાગતી નથી અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

રાધા-કૃષ્ણનો ફોટો

બેડરૂમમાં રાધા-કૃષ્ણનો ફોટો લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. રૂમમાં ફોટો મૂક્યા પછી ગુલાલ અને ફૂલ ચઢાવો. આ પ્રકારે કરવાથી પતિ-પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે.

Related Articles

નવીનતમ