fbpx
Saturday, June 3, 2023

Vinayak Chaturthi 2023: ક્યારે છે વિનાયક ચતુર્થી? જાણો મુહૂર્ત, દૂંદાળા દેવની પૂજાની વિધિ અને પર્વનું મહત્વ

ધર્મભક્તિ ડેસ્ક:  હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ભગવાન ગણેશ સુખ અને સમૃદ્ધિના દેવતા છે. દર મહિને સંકષ્ટી ચતુર્થી અને વિનાયક ચતુર્થી ઉજવવામાં આવે છે. હિંદુ પંચાગ મુજબ દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થી સંકષ્ટી ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે.

આ વખતે આસો મહિનાના શુક્લ પક્ષની વિનાયક ચતુર્થી 29 સપ્ટેમ્બર 2023 ગુરુવારે ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ વિઘ્નો- અડચણો દૂર થાય છે. જેથી પંડિત ઈન્દ્રમણિ ઘનશ્યાલે વિનાયક ચતુર્થી (Vinayak Chaturthi 2022 )ના શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપી છે.

વિનાયક ચતુર્થીનો શુભ સમય –

હિંદુ પંચાગ મુજબ શુક્લ પક્ષ વિનાયક ચતુર્થી ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. ચતુર્થી તિથિનો સમય 29 સપ્ટેમ્બર, બપોરે 1:28 (રાત્રે)થી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર, 12:09 (રાત્રે) સુધી ચાલુ રહેશે. આ પવિત્ર દિને પૂજા મુહૂર્ત સવારે 11થી બપોરે 1.23 કલાક સુધી રહેશે.

વિનાયક ચતુર્થીનું મહત્વ –

જ્યોતિષ અનુસાર વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગણેશજીની પૂજા કરવાથી ઇચ્છિત વરદાન મેળવી શકાય છે. શ્રી ગજાનંદની પૂજા કરવાથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આ દિવસે વિધિવત વ્રત રાખવાથી પરિવાર પર ભગવાન ગણેશની અસીમ કૃપા વરસતી રહે છે.

વિનાયક ચતુર્થી પૂજા વિધિ –

વિનાયક ચતુર્થીના દિવસે પૂજા માટે ચોકી તૈયાર કરો અને ચોકી પર પીળું કપડું રાખો. હવે તેના પર ભગવાન ગણેશની મૂર્તિ મૂકો. ગણેશજીની સામે ધૂપ-દીપ પ્રગટાવો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો. આજના શુભ દિને વિનાયક ચતુર્થી ઉપવાસની કથા પણ વાંચો. અંતે ભગવાન ગણેશનું ધ્યાન કરતી વખતે સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. દૂંદાળા દેવ તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે અને તમારી સફળતાના પંથમાં આવતા તમામ વિઘ્નો અડચણો દૂર કરશે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

નવીનતમ