fbpx
Saturday, June 3, 2023

Rahu Remedies: હોળીમાં રાહુને શાંત કરવા અપનાવો આ ઉપાયો, ઘરમાં આવશે શાંતિ

ધર્મ ડેસ્ક: ધર્મ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાહુ ગ્રહ ભગવાન શિવનો પરમ ઉપાસક છે. એટલા માટે જ્યારે પણ રાહુ ગ્રહ પરેશાન કરતો હોય ત્યારે તે વ્યક્તિએ ખાસ કરીને ભોલેનાથની પૂજા કરવી જોઈએ. એક માન્યતા એવ પણ છે કે, રાહુ ગ્રહની શાંતિ બહુ ઓછા સમયમાં થાય છે. તેથી જ્યારે રાહુના અશુભ ફળ મળી રહ્યા હોય, ત્યારે રાહુને પ્રસન્ન કરવા માટે માનવીએ આ 10 સરળ ઉપાયો અજમાવવા જોઈએ, જેથી તે જીવનમાં બગડતી પરિસ્થિતિઓને નિયંત્રિત થઈ શકે.

તો આજે ચાલો જાણીએ 10 વિશેષ ઉપાયો વિશે-

1. રાહુ મહાદશામાં સૂર્ય, ચંદ્ર અને મંગળનો તફાવત ખૂબ જ પરેશાનીકારક છે, તેથી ભગવાન શિવને બિલિપત્ર અર્પણ કરવું જોઇએ અને દરરોજ દૂધનો અભિષેક કરવો ખૂબ જ શુભ રહેશે.

2. સોમવારે ઉપવાસ કરવાથી પણ ભગવાન શિવ પ્રસન્ન થાય છે. માટે સોમવારના દિવસે શિવની આરાધના, પૂજા અને ઉપવાસ કર્યા પછી સાંજે ભગવાન ભોલેનાથને દીવો પ્રગટાવ્યા પછી સફેદ ભોજન જેમ કે ખીર, માવાની મીઠાઈ, દૂધની બનાવટો લેવી જોઈએ.

3. જે ભક્તો સાચા હૃદય અને પવિત્ર શ્રદ્વાપૂર્વક ભક્તિથી ભગવાન શિવની પૂજા કરે છે, તો ભોલેનાથ તેમના પર તરત જ પ્રસન્ન થઈ જાય છે. તેથી જો તમે રાહુના અશુભ પ્રભાવથી પરેશાન છો, તો ભગવાન શિવના શરણમાં જાઓ.

4. રાહુથી પરેશાન વ્યક્તિએ ભગવાન શિવનું સ્મરણ સાચા મન-શ્રધ્ધા સાથે ઢોંગ વગર અને ગુપ્ત સ્વરૂપે અને શુદ્ધ હૃદયથી કરવું જોઈએ. તે ખરેખર લાભદાયક રહેશે.

5. જો રાહુ, ચંદ્ર અને સૂર્ય તમારા જન્મઅંકને દૂષિત કરી રહ્યા છે તો જે-તે વ્યક્તિએ ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવી જોઈએ.

6. જો તમને રાહુની મહાદશા નડી રહી છે અને અશુભ પરિણામ મળી રહ્યાં હોય તો જાતકે શિવ સાહિત્ય, શિવપુરાણ વગેરેનું વાંચન કરવું જોઈએ.

7. રાહુને સાસરિયા પક્ષનો કારક પણ માનવામાં આવ્યો છે તેથી સાસરિયાઓને પરેશાન ન કરો અને માથા પર ચોટી(વેણી) રાખો, કપાળ પર ચંદનનું તિલક લગાવો અને રસોડામાં બેસીને ભોજન કરવાથી શ્રેષ્ઠ લાભ- પરિણામો મળે છે.

8. રાહુની મહાદશા, આંતર વિઘ્નો ખૂબ જ પરેશાની આપતા હોય તો ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.

9. ભગવાન શિવને ભગવાન શ્રીરામમાં અતૂટ શ્રદ્ધા છે તેથી ‘રામ’ નામનું સ્મરણ પણ રાહુની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. જો તમે રામ નામનો સતત જાપ કરશો તો તમને અનિયંત્રિત સંજોગોમાં રાહુના શુભ ફળ મળવા લાગશે.

10. રાહુ ગ્રહના દોષોને દૂર કરવા માટે ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ સતત કરવો જોઈ.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

નવીનતમ