માઉન્ટ આબુ: ભગવાન શિવનો મહિમા અપરમપાર છે. કહેવાય છે કે, ભોલેનાથ (Bholenath)ને કોઇ પણ પ્રાર્થના કરો તે પ્રાર્થનાનું ફળ જલ્દી જ આપે છે. શિવ (Lord Shiva)નો ચમત્કાર વિશ્વ પ્રસિદ્ધ છે, શિવરાત્રિ (Maha Shivaratri)ના આ પવિત્ર દિવસે એક એવા મંદિરની વાત કરીશું જ્યાંનું શિવલિંગ રંગ બદલે છે. આ શિવલિંગ રાજસ્થાનમાં આસ્થાનું પ્રતિક એવું મંદિર છે. અહીં શિવલિંગનો રંગ દિવસમાં ત્રણ વખત બદલાય છે.
આખી દુનિયામાં આ એકમાત્ર મંદિર છે, જ્યાં ભગવાન ભોલેનાથના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. આ અંગૂઠાની આગળ એક કુંડ છે. એવું માનવામાં આવે છે કે આ કુંડમાં ગમે તેટલું પાણી રેડવામાં આવે, તે સીધું પાતાળમાં જાય છે. આ કુંડ ક્યારેય ભરાતુ નથી. આ મંદિરમાં હજારો ભક્તો પૂજા કરવા આવે છે. મહાશિવરાત્રી નિમિત્તે અહીં મોટી સંખ્યામાં ભીડ જામે છે.
આ મંદિર માઉન્ટ આબુથી 11 કિલોમીટર દૂર અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું છે. આ મંદિર સાથે ઘણી વાતો જોડાયેલી છે. જેને સાંભળીને નવાઇ લાગે. અહીં ભગવાનના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. ગર્ભગૃહમાં, શિવલિંગ પાતાલ ખંડના રૂપમાં દેખાય છે, જેની એક તરફ અંગૂઠાની છાપ ઉભરેલી છે. જે સ્વયંભૂ શિવલિંગ તરીકે પૂજાય છે. એવું માનવામાં આવે છે કે આ દેવાધિદેવ મહાદેવના જમણા પગનો અંગૂઠો છે.
અનેક માન્યતાઓ સાથે સંકળાયેલું ભરેલુ મંદિર
પર્વતની તળેટીમાં 15મી સદીમાં બનેલા અચલેશ્વર મંદિરમાં ભગવાન શિવના પગના નિશાન આજે પણ મોજૂદ છે. અચલગઢ કિલ્લો મેવાડના રાજા રાણા કુંભ દ્વારા ટેકરીની ટોચ પર બાંધવામાં આવ્યો હતો. કિલ્લાની નજીક અચલેશ્વર મંદિર છે, જ્યાં ભગવાનના અંગૂઠાની નીચે પ્રાકૃતિક ખાડો બનાવવામાં આવ્યો છે. આ ખાડામાં ગમે તેટલું પાણી નાખવામાં આવે તો પણ તે ભરાતુ નથી. તેમાં ચઢાવેલું પાણી ક્યાં જાય છે તે આજે પણ એક રહસ્ય છે.
શિવલિંગની વાત કરીએ તો અહીં શિવલિંગનો રંગ દિવસમાં 3 વખત બદલાય છે. સવારે શિવલિંગ વાદળી થઈ જાય છે, બપોરે તે કેસરી થઈ જાય છે અને રાત્રે શિવલિંગનો રંગ કાળો થઈ જાય છે. આ રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. શિવલિંગનો રંગ બદલાવવાનું કારણ આજ સુધી રહસ્ય જ છે.