fbpx
Tuesday, May 30, 2023

હોળી 2023 : ફાગણ પૂર્ણિમા ક્યારે છે? જાણો – તારીખ, શુભ મુહૂર્ત અને સ્નાન-દાનનો ઉપાય

Holi Falgun Purnima 2023 : હોળી – ફાગણ પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસે ઉપવાસ અને સ્નાન દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તી થાય છે. આ ઉપરાંત, આ દિવસે હોલીકા દહન અને લક્ષ્મી જયંતિનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. તો, પૂર્ણિમા તિથીનો સંબંધ ચંદ્ર દેવ સાથે માનવામાં આવે છે. આ દિવસે, કોઈ વ્યક્તિ વ્રત રાખી ભગવાન વિષ્ણુની ઉપાસના કરે છે, તેની બધી ઇચ્છા પૂરી થાય છે. તો જોઈએ તિથી, પૂજા મુહૂર્ત અને ઉપાયો.

ફાગણ પૂર્ણિમા 2023 સ્નાન-દાન શુભ મુહૂર્ત

ફાગણ પૂર્ણિમાના દિવસે સવારથી સ્નાન-દાન શરૂ થાય છે. પરંતુ આ 3 દિવસમાં 3 વિશેષ મુહૂર્ત બની રહ્યા છે. સૌ પ્રથમ, બ્રહ્મ મુહૂર્ત સવારે 5.01 થી 5.52 સુધી રહેશે. આ ઉપરાંત, આ પછી, અભિજિત મુહૂર્ત બપોરે 12.08 મિનિટથી શરૂ થશે અને બપોરે 12 થી 55 મિનિટ સુધી હશે. તો, વિજય મુહૂર્ત બપોરે 02.29 મિનિટથી શરૂ થશે અને બપોરે 03.16 મિનિટ સુધી રહેશે. આ મુહૂર્તમાં દાન કરી શકાય છે. 07 માર્ચના રોજ ફાગણ પૂર્ણિમાના દિવસે, ચંદ્રોદય સાંજે 06: 18થી શરૂ થશે અને ચંદ્રાસ્ત 08 માર્ચે સવારે 06: 45 વાગ્યે થશે.

આ ઉપાય કરો

1- શાસ્ત્રો અનુસાર, મા લક્ષ્મી આ દિવસે જ અવતર્યા હતા. તેથી, આ દિવસે દેવી લક્ષ્મી અને વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ. આ દિવસે મા લક્ષ્મીની ઉપાસનાથી ધન અને વૈભવ મળે છે.

2- ફાગણ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની પૂજા કરો, કારણ કે પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની સોળે કળાઓ સાથે ઉદિત થાય છે. તેથી, ચંદ્રની ઉપાસનાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત, આર્થિક અવરોધથી છૂટકારો મળવાની માન્યતા છે.

હોળી – ફાગણ પૂર્ણિમા 2023 તારીખ (Holi 2023 Date)

વૈદિક પંચંગના જણાવ્યા અનુસાર, ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાં તિથી (તારીખ) ની શરૂઆત 06 માર્ચે સાંજે 4.16 મિનીટ પર થશે, અને આ તારીખનો અંત 07 માર્ચના રોજ સાંજે 06.08 મિનીટે થશે. ઉદયાતિથી અનુસાર, 07 માર્ચે ફાગણ પૂર્ણિમાનું સ્નાન અને દાન થશે. આ દિવસ હોળી સાથે સંબંધિત છે. મતલબ કે આ દિવસે હોલીકા દહન પણ કરવામાં આવે છે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

નવીનતમ