fbpx
Saturday, June 3, 2023

N18 Health Special: ડાયાબિટીસના દર્દીઓને આંખોનો ગંભીર રોગ, શું છે લક્ષણો અને કેવી રીતે થશે સરવાર?

ગુંટુરની સંકરા આઇ હોસ્પિટલમાં વિટ્રિઓરેટિનાલ સર્વિસીસ સિનિયર કન્સલ્ટન્ટ ડો. મધુ કુમાર આર. દ્વારા લિખિત

ડૉ.મધુ કુમાર વિશે

ડો. મધુ કુમાર શંકરા આઇ હોસ્પિટલ, ગુંટુરમાં સિનિયર કન્સલ્ટન્ટ છે. તેઓ 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે અને તેઓ પોતાની કારકિર્દીની શરૂઆતથી જ સંકરા આઇ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. તે વિટ્રિઓરેટિનલ સર્વિસીસમાં નિષ્ણાત છે અને આજ સુધીમાં 20000થી વધુ વિટ્રિઓરેટિનલ સર્જરી કરી ચૂક્યા છે.

ડાયાબિટીક રેટિનોપથી એ ડાયાબિટીસનું નિદાન થયું હોય તેવા દર્દીઓમાં જોવા મળતી આંખની તકલીફ છે. આ સ્થિતિ મુખ્યત્વે લોહીમાં શર્કરાના ઊંચા સ્તરને કારણે થાય છે, જે રેટિનાને લોહી પહોંચાડતી નાની રક્ત વાહિનીઓના નેટવર્કને નુકસાન પહોંચાડે છે. આ તકલીફ સામાન્ય રીતે હળવા રોગ તરીકે શરૂ થાય છે. કેટલાક લોકો તેમની દ્રષ્ટિમાં ફેરફારો નોંધે છે. વાંચવામાં અથવા દૂરની વસ્તુઓ જોવામાં મુશ્કેલી પડે છે. આ રોગના પછીના તબક્કામાં રેટિનામાં રહેલી રક્તવાહિનીઓના કારણે વિટ્રિયસ-ફ્લુઇડમાં લોહી વહેવા માંડે છે, જે તમારી આંખમાં ભરાઈ જાય છે. પરિણામે કામચલાઉ અથવા કાયમી દૃષ્ટિ ગુમાવી શકો છો.

ડાયાબિટીક રેટિનોપથીનું જોખમ કોને છે?

ટાઇપ 1 હોય કે ટાઇપ 2 હોય, ડાયાબિટીસ ધરાવતી કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીક રેટિનોપથી થઈ શકે છે. ડાયાબિટીઝવાળી સગર્ભા સ્ત્રીઓને પણ આંખની આ બીમારી થવાનું જોખમ રહેલું છે. સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસનું નિદાન થયા પછી તમારે વિલંબ કર્યા વિના આંખની તપાસ કરવાની જરૂર છે.

ડાયાબિટીક રેટિનોપથીના કેટલાક લક્ષણો

  • ચાલુ અને બંધ થતું અસ્પષ્ટ વિઝન
  • વેવિ વિઝન
  • રંગ બદલાય અને ફોલ્લીઓ જેવી દેખાય
  • રાત્રે જોવામાં તકલીફ થાય

ડાયાબિટીક રેટિનોપથીને કારણે અન્ય ગંભીર સમસ્યાઓ થઈ શકે છે, જે નીછે મુજબ છેઃ

ડાયાબિટીક મેક્યુલર એડીમા: આંખના મકુલામાં વધારાનું પ્રવાહી જમા થવા લાગે ત્યારે આવું થાય છે, જેના કારણે દૃષ્ટિ ઝાંખી પડી જાય છે.

નિયોવાસ્ક્યુલર ગ્લુકોમાઃ સામાન્ય રીતે સેકન્ડરી ગ્લુકોમા તરીકે ઓળખવામાં આવે છે, આ તકલીફમાં આઇરિસ પર નવી વાહિનીઓના બનતી જોવા મળે છે.

રેટિના ડિટેચમેન્ટઃ ડાયાબેટિક રેટિનોપથી તમારી આંખના પાછળના ભાગમાં ડાઘ પેદા કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, યોગ્ય સારવાર ન કરવામાં આવે તો ડાયાબિટીક રેટિનોપથીની ઉપર જણાવેલી તમામ ગંભીર તકલીફોના કારણે આંખની દૃષ્ટિને કાયમી ધોરણે ગુમાવી શકો છો.

સારવાર

આ તકલીફની સારવાર અસરગ્રસ્ત આંખની સ્થિતિ પર આધારિત છે. તકલીફની જટિલતાને આધારે તમારા નેત્ર ચિકિત્સક લેસર ટ્રીટમેન્ટ અથવા સર્જિકલ પ્રક્રિયાઓ સૂચવશે. અમુક તકલીફમાં ઇન્ટ્રાવિટરીયલ ઇન્જેક્શનની ભલામણ કરી શકે છે.

સામાન્ય રીતે ગ્લુકોઝનું સ્તર સુવ્યવસ્થિત થવાથી દૃષ્ટિ સામાન્ય થઈ જાય છે. ગ્લુકોઝનું સ્તર સામાન્ય રેટિનોપથીની નજીક હોય ત્યારે જો ઝાંખુંપણું દૂર ન થાય તો તે અંધત્વનું મુખ્ય કારણ બની શકે છે. નેત્ર ચિકિત્સક આંખની તપાસ દ્વારા દૃષ્ટિ ગુમાવવા અને અન્ય સમસ્યાઓનું નિદાન કરી શકે છે. તેઓ આંખની ધ્યાન કેન્દ્રિત કરવાની અને નજીકના અને દૂરના અંતરે વિગતો જોવાની ક્ષમતાને માપે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવું એ જ ડાયાબિટીક રેટિનોપથીને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ છે. દરરોજ કસરત કરીને, તંદુરસ્ત આહાર લઈને અને તમારા ઇન્સ્યુલિન અને ડાયાબિટીસની દવાઓ બાબતે તમારા તબીબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીને તમારા શુગરનાં સ્તરને યોગ્ય લેવલમાં રાખો. નિયમિત ધોરણે આંખની વિસ્તૃત તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વહેલા નિદાન અને સારવારથી ડાયાબિટીસ રેટિનોપથીને કારણે થતા નુકસાનને અટકાવી શકાય છે અને અંધત્વને અટકાવી શકાય છે.

Related Articles

નવીનતમ