fbpx
Tuesday, May 30, 2023

પાકિસ્તાનમાં ઉજવવામાં આવ્યો બોલીવુડ ડે, શાહરુખ અને સલમાન પણ જોવા મળ્યા, જુઓ આ વાયરલ વીડિયો

Bollywood Day in Pakistan: બોલિવૂડના સુપરસ્ટાર દુનિયાભરમાં પ્રખ્યાત છે. માત્ર ભારત જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ એવા ઘણા લોકો છે, જેઓ ભારતીય કલાકારોના દિવાના છે અને તેમની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. જ્યારે પણ કોઈ ભારતીય કલાકારનું મૃત્યુ થાય છે ત્યારે પાકિસ્તાનીઓ પણ ખૂબ દુઃખી થઈ જતા હોય છે.

જોકે, તેઓ ખુશીના પ્રસંગે પણ ભારતીય કલાકારોને યાદ કરવાનું ભૂલતા નથી. આવુ  જ  કંઈક પાકિસ્તાનની લાહોર યુનિવર્સિટીમાં  જોવા  મળ્યું, જેમાં વિદ્યાર્થીઓએ તેમની કોલેજની વિદાયને ખાસ બનાવવા માટે ખૂબ જ અનોખી રીત અપનાવી તમામ સ્ટુડન્ટ્સ બોલિવૂડના મોટા સ્ટાર્સની હિટ ફિલ્મોના ગેટઅપમાં આવીને મિમિક્રી કરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સ (LUMS)દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં સ્ટુડન્ટ્સે બોલિવૂડ ડેની ઉજવણી કરી હતી, અને ફેરવેર દરમિયાન તૈયાર કરવામાં આવેલા આ વીડિયો ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે.

આ વીડિયોમાં કેટલાક સ્ટુડન્ટ્સ શાહરૂખ ખાનની ફિલ્મ દેવદાસના પાત્રમાં જોવા મળ્યો હતો, તો એક વિદ્યાર્થી સલમાન ખાનની ફિલ્મ દબંગના ગેટઅપમાં જોવા મળ્યો હતો. આ ફેરવેલમાં એક સ્ટુડન્ટ તો પરેશ રાવલના મોસ્ટ આઈકોનીક પાત્ર બાબુરાવના ગેટઅપમાં જોવા મળ્યો હતો.

પાકિસ્તાની વિદ્યાર્થીઓ ખૂબ મસ્તી કરી

વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે વિદ્યાર્થીઓ તેમના મનપસંદ બોલિવૂડ સ્ટાર્સની નકલ કરી રહ્યા છે. કોઈક સલમાનની ફિલ્મ દબંગનો ડાયલોગ તો કોઈ આલિયા ભટ્ટની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મમાં બનેલી શનાયા સિંઘાનિયાની ભૂમિકામાં જોવા મળી હતી. બોલીવુડ ડે પર લાહોર યુનિવર્સિટીની સ્ટુડન્ટ્સ પ્રિયંકા ચોપરાની ફિલ્મ બરફીના આઈકોનીક પાત્રના પણ ગેટઅપમાં જોવા મળી હતી.

કેટલાક લોકોએ વિરોધ કર્યો

આ વીડિયો વાયરલ થતા ઘણા બધા ફેન્સ વિવિધ પ્રક્રિયાઓ આપી રહ્યાં છે. કેટલાક પાકિસ્તાનમાં બોલિવૂડ ડેની ઉજવણીના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક માને છે કે, પાકિસ્તાનની યુનિવર્સિટીમાં બોલિવૂડ ડે ઉજવવાની શું જરૂર છે. પરંતુ જો વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ તો એવું લાગે છે કે, તેઓ આ પ્રવૃત્તિને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. જોકે, કલાને સરહદો ક્યારેય નહી રોકી શકે, અને કલા સરહદોની આ પાર પણ છે અને પેલી પાર પણ છે.

Related Articles

નવીનતમ