અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસ રજાની પધ્ધતિ ઘણા અંશે સફળ થઇ રહી છે. એજ કારણે ઇંગ્લેન્ડની 61 કંપનીઓ આ પધ્ધતિને લાગુ કરવા જઈ રહી છે. ચાર દિવસ કામ કરવાના ફોર્મ્યુલાથી એ જોવા મળ્યું કે પ્રોડક્ટીવીટીમાં વધારો થઇ રહ્યો છે. 4 દિવસ કામનું ટ્રાયલ 6 અઠવાડિયા સુધી કરવામાં આવ્યું. હવે કંપનીઓ તેને પરમેનન્ટ લાગુ કરવા માગે છે. બ્રિટનમાં 61 કંપનીના કર્મચારીઓએ જૂન અને ડિસેમ્બર 2022 સુધી અઠવાડિયામાં 34 કલાક કામ કર્યું. તેમાંથી 92 ટકા કંપનીએ તેને ચાલુ રાખવાનો ઓપ્શન પસંદ કર્યો. જેમાંથી 18 કંપનીએ 4 દિવસ કામ કરવાની વ્યવસ્થા કરી આપી.
કર્મચારીઓની પ્રોડક્ટીવીટીમાં સુધારો
4 ડે વિક પબ્લિશના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 6 મહિનાના આ ટ્રાયલ પિરિયડમાં કર્મચારીઓના વર્કઆઉટ અને તણાવમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 71 ટકા કર્મચારીઓએ માન્યું કે તેનું વર્કઆઉટ લેવલ ઘણું ઓછું રહ્યું. એટલુંજ નહિ તેઓને ચિંતા, થાક અને ઊંઘમાં પણ ઘણી સ્વસ્થતા જોવા મળી. આ સિવાય માનસિક અને શારીરિક એમ બંન્ને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો.
રિસર્ચમાં 2900 કર્મચારીઓ
બ્રિટિશની રિસર્ચ ઓર્ગેનાઈઝેશને બીજા અન્ય ગ્રૃપ સાથે મળીને આ રિસર્ચ કર્યું છે. ન્યૂઝીલેન્ડના 4 વર્કિંગ દિવસ વ્યવસ્થાને સમર્થન કરતા રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં અલગ અલગ સેક્ટરના અંદાજે 2900 કર્મચારીઓ જોડાયેલા હતા.
કર્મચારીના વર્ક લાઈફ બેલેન્સમાં સુધારો
કર્મચારીના વર્ક લાઈફ બેલેન્સમાં સુધારો નોંધાયો છે. એનાથી તેઓ તેના પરિવાર અને સામાજિક જવાબદારીઓને સારી રીતે નિભાવી શકે છે. તેમના જોબ સમય સિવાય અન્ય ટાઈમમાં સારો એવો પારિવારિક સમય વિતાવી શકે છે. ટ્રાયલ સમયે કંપનીઓએ જોયું કે તેની રેવન્યુમાં આશરે 1.4 ટકાનો વધારો થયો છે.
કર્મચારીઓએ સ્વીકાર્યું કે 4 દિવસ ફાયદાકારક
4 દિવસ વર્કીંગના નિર્દેશક જૉ રેલે એ કહ્યું કે 4 દિવસ કામ કરવાના ટ્રાયલનું આ મહત્વપૂર્ણ સમય છે. 15 ટકા કર્મચારીઓએ કહ્યું કે કેટલા પણ વધુ રૂપિયા 4 દિવસથી વધુ કામ કરવા માટે પ્રોત્સાહિત કરી શકશે નહિ. કારણકે તેઓ પહેલાથીજ 5 દિવસ કામ માટે ટેવાયેલા છે.