fbpx
Tuesday, May 30, 2023

અમદાવાદમાં પરિણીતા પુત્રીને સ્ત્રીંગે સાસણી બહુ મેણાં-મેણાં-માર્યા, આરોગ્ય-માન્ય સિંકિત રાજ્ય કંટાળી ફિનાઇલ પીધું

અમદાવાદઃ પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો તો સાસરીયાએ ‘અમારે તો દીકરો જોઇતો હતો પરંતુ તે આ પથરાને ક્યાંથી જન્મ આપ્યો’ તેમ કહીને પરિણીતાને મેણાં ટોણાં માર્યા હતા. જો કે, પરિણીતા બીજી વખત ગર્ભવતી થતાં સાસરિયાએ કહ્યું કે, જો દીકરી જન્મશે તો તને ઘરમાં રાખીશું નહીં. પરંતુ પરિણીતાએ બીજી દીકરીને જન્મ આપતાં સાસરિયાએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં, દહેજ પેટે પિયરમાંથી રૂપિયા 5 લાખ લઇ આવવા માટે પણ દબાણ કરતા હતાં. જો કે પરિણીતાને લાગી આવતા તેણે ફીનાઇલ પણ પી લીધું હતું અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

દીકરીનો જન્મ થતા મેણાં-ટોણાં માર્યા

મળતી માહિતી પ્રમાણે, ઘી કાંટા વિસ્તારમાં રહેતી પરિણીતાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નના છ મહીના સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખી હતી. ત્યારબાદમાં તેના સાસુ – સસરા અને નણંદ ઘરકામની નાની નાની બાબતોને લઇને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પરિણીતાએ દીકરીને જન્મ આપતા તેના સાસરિયાએ તેને કહ્યું હતું કે, ‘અમારે તો દીકરો જોઇતો હતો પરંતુ તે આ પથરા ને ક્યાંથી જન્મ આપ્યો.’ બાદમાં પરિણીતા બીજી વખત ગર્ભવતી થતાં તેના સાસરિયા તેને અવાર નવાર કહેતા હતાં કે જો દીકરી જન્મશે તો તને ઘરમાં રાખીશું નહીં. પરંતુ પરિણીતાએ બીજી દીકરીને જન્મ આપતા તેના સાસરિયા કહેવા લાગ્યા હતાં કે, ‘આ તો દીકરીઓને જ જન્મ આપે છે, આને દીકરો અવતરે તેમ નથી, તેના કારણે આપણા કુળનો વારસો જળવાય તેમ નથી. તારા ઘરમાં તારી માંને પણ ત્રણ દીકરીઓ છે. તારી બેનને પણ દીકરી જ છે. તમારા ઘરમાં દીકરો અવતરવાનો કોઇ પ્રશ્ન ઉભો થતો જ નથી.’ તેમ કહીને તેને અપશબ્દો બોલી મારઝૂડ પણ કરતા હતાં.

પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

એટલું જ નહીં તેના સાસરિયા કહેવા લાગ્યા કે, તારી માએ દહેજમાં અમારી શાન મુજબ કાંઇ આપેલ નથી, જો તારે અહીંયા રહેવું હોય તો તારી માતા પાસેથી રૂપિયા પાંચ લાખ લઇ આવ તો જ તને રાખીશું, બાકી મારે તારી કોઇ જરૂર છે નહીં. પરિણીતાનો પતિ તેની સાથે મારઝૂડ પણ કરતો હતો. આમ અવાર નવાર શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફીનાઇલ પી લીધું હતું. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, તેના સાસરિયાએ હોસ્પિટલનો ખર્ચો આપવાની પણ ના પાડી દીધી હતી. આમ પરિણીતાને દહેજના પૈસા લીધા વગર રાખવાની ના પાડતા તે તેની માતા સાથે પિયરમાં રહેવા આવી હતી. જો કે, તેના સાસરિયા તેને તેડી ના જતાં અંતે કંટાળીને પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Related Articles

નવીનતમ