વડોદરા: શહેરમાં શ્વાન પરનો વેરો રદ કરાયો છે. બજેટ સભાના અંતિમ દિવસે મેયરે આ નિર્ણય કર્યો છે. વર્ષોથી ચાલી આવતો શ્વાન વેરો રદ કરવામાં આવ્યો (Tax on dogs canceled) છે. 5 રૂપિયાથી શરૂ થયેલો વેરો વર્ષ 2023માં રદ થયો છે. આખા વર્ષ દરમિયાન 4થી 5 લોકો જ શ્વાનનો વેરો ભરતા હતા. જે બાદ શ્વાન પરનો વેરો રદ કરવામાં આવતાં બજેટ સભામાં મેયરના નિર્ણયને આવકારાયો છે.
5 રૂપિયાથી શરૂ થયેલો વેરો 2023માં રદ
આજે બજેટ સભાના અંતિમ દિવસની ચર્ચામાં મેયરે મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષોથી ચાલતો આવતો શ્વાન વેરાની લાગત રદ કરવા નિર્ણય કરાયો છે. વર્ષો પહેલા પાંચ રૂપિયાથી શરૂ થયેલ શ્વાન વેરો વર્ષ 2023 બજેટની સામાન્ય સભામાં રદ કરવાનો નિર્ણય કરાયો છે. આ વેરો વર્ષ દરમિયાન માત્ર ચારથી પાંચ લોકો જ ભરતા હતા. સ્થાયી સમિતિ મુજબ દર 3 વર્ષે 1000નો વેરો લેવાની વાત હતી. વેરાની ગણતરી ક્યારથી થશે તેની સ્પષ્ટતા નહોતી. જે બાદ હવે શ્વાન પરનો વેરો રદ કરાયો છે.
વડોદરા પાલિકાએ પાલતુ શ્વાન પર વેરો સૂચવ્યો હતો
શ્વાન વેરા પેટે દર 3 વર્ષે 1000નો વેરો લેવાની વાત હતી. રાજ્યમાં પહેલી વખત વડોદરા પાલિકાએ પાલતુ શ્વાન પર વેરો સૂચવ્યો હતો. જોકે, વર્ષોથી ચાલી આવતો શ્વાન વેરો રદ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી શ્વાન વેરાની આવક ન થતા વેરો રદ કરવા નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પહેલીવાર પાલતુ શ્વાન પર વેરો વસૂલવાનો વડોદરો કોર્પોરેશને નિર્ણય લીધો હતો. વડોદરા કોર્પોરેશને આ નિર્ણયથી લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેમાં દર 3 વર્ષે 1 હજાર રૂપિયા પાલતુ શ્વાન પર ટેક્સ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની સામે લોકોની માગ હતી કે, વેરા લેવામાં આવે પરંતુ સામે પાલતુ શ્વાનને કેટલાક લાભ પણ આપવા જોઈએ.