લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બદલાતા વાતાવરણમાં મોટાભાગનાં લોકો શરદી-ખાંસીની ઝપેટમાં આવી જતા હોય છે. શરદી-ખાંસી થવાને કારણે નાક અને ગળુ બ્લોક થઇ જાય છે. આ સાથે જ ફેફસામાં પણ ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે. વાના ચાન્સિસ વધી જાય છે. ખાંસીની સમસ્યા એક એવી છે જે મોટાભાગે રાત્રે વધારે આવતી હોય છે. આમ, જો તમે આ સિઝનલ સમસ્યાઓથી કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે બેસ્ટ છે. તો જાણો આ ઉપાયો વિશે તમે પણ.
સૂંઠની ચા પીઓ
સૂંઠની તાસીર ગરમ હોય છે. ચામાં તમે સૂંઠ નાંખીને પીઓ છો તો બ્લોક ગળુ ખુલી જાય છે અને સાથે ગળાને આરામ મળે છે. આ માટે તમે રાત્રે ઊંધતા પહેલાં સૂંઠ વાળી ચાનું સેવન કરવાનું શરૂ કરી દો. આમ કરવાથી તરત જ શરદી-ખાંસીમાંથી રાહત મળી જશે.
ગરમ પાણી પીઓ
તમને વધારે ખાંસીની સમસ્યા રહે છે તો તમે ગરમ પાણીનું સેવન કરો. તમને ગળામાં વધારે ઇન્ફેક્શન છે તો તમે ગરમ પાણી પીવાનું શરૂ કરી દો. ગરમ પાણી પીવાથી શરદી-ખાંસીમાંથી અને સાથે ઇન્ફેક્શનમાંથી આરામ મળે છે. તમે ગરમ પાણીમાં લીંબુનો રસ નાંખીને પીઓ છો તો મજ્જા પડી જાય છે.
આદુ અને કાળા મરીની ચા
રાત્રે તમને બહુ ખાંસી આવે છે તો આદુ અને કાળા મરીની ચા તમારા માટે બેસ્ટ છે. આદુ અને કાળા મરીની ચા તમારા બ્લોક ગળાને તરત ખોલવાનું કામ કરે છે. આદુ અને કાળા મરીની ચા તમે આ પીઓ છો તો તમને મોટી રાહત થઇ જાય છે. આ માટે તમે પાણીમાં આદુ નાંખો અને કાળા મરી નાંખીને બરાબર ઉકાળો. પછી આ પી લો. આમ કરવાથી તરત જ રાહત થઇ જશે.
હળદર અને સૂંઠનો પાવડર
હળદર અને સૂંઠ ખાંસીને દૂર કરવા અને સાથે બ્લોક ગળુ ખોલવા માટે સૌથી બેસ્ટ છે. આ માટે એક ચમચી હળદર લો અને અડધી ચમચી સૂંઠનો પાવડર નાંખો. એમાં જરૂર મુજબ મધ નાંખીને જીભ પર મુકી દો. આમ કરવાથી શરદી-ખાંસી અને ગળામાં થતા દુખાવામાંથી રાહત મળે છે.