લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તમને પણ ભીના વાળમાં કાંસકો ફેરવવાની આદત છે? તો હવેથી બંઘ કરી દેજો. તમને જણાવી દઇએ કે તમારી આ આદત તમારા વાળને અનેક રીતે નુકસાન કરે છે. આ માટે ક્યારે પણ ભીના વાળમાં કાંસકો ફેરવવો જોઇએ નહીં. હેલ્થ એક્સપર્ટ અનુસાર ભીના વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ખરવા લાગે છે અને સાથે ડેમેજ પણ વધારે થાય છે. આ સાથે જ સ્કિનને પણ અનેક ઘણું નુકસાન થાય છે.
એક્સપર્ટ અનુસાર હેર વોશ કરેલા વાળ જડમૂળમાંથી નબળા હોય છે. આ માટે જ્યારે આપણે વાળને કોરા એટલે કે સુકવીએ છે ત્યારે વાળની જડ મજબૂત થાય છે જેના કારણે એ જલદી તૂટતા નથી અને સાથે નુકસાન પણ થતુ નથી. કોરા વાળમાં એક પ્રકારે ખેંચાણ થાય છે જેના કારણે એ હેરને તૂટવા દેતા નથી. આ માટે હંમેશા વાળને કોરા કરીને જ કાંસકો ફેરવવો જોઇએ, આમ કરવાથી તૂટવાની સંભાવના ઓછી થઇ જાય છે. આ સાથે ભીના વાળમાં કાંસકો ફેરવવાથી હેર ક્વોલિટી પણ બગડે છે.
દિવસમાં કેટલી વાર કાંસકો ફેરવવો જોઇએ?
હેલ્ધી વાળ માટે દિવસમાં બે વાર કાંસકો ફેરવવો જોઇએ. હેર વોશ કરો એ પહેલાં સૌથી બેસ્ટ ઓપ્શન એ હોય છે કે વાળમાંથી ગૂંચ પ્રોપર રીતે કાઢી લેવી. આમ કરવાથી વાળ ઓછા તૂટે છે અને ખરે પણ છે. શેમ્પૂ કર્યા પછી વાળને ખુલી હવામાં છોડી દો. આમ કરવાથી વાળ સ્મૂધ થાય છે. હેર વોશ કર્યા પછી હંમેશા સિરમનો ઉપયોગ કર્યો.
કાંસકો ફેરવવાનો સાચો સમય કયો?
વાળમાં ક્યારે પણ વજન આપીને કાંસકો ફેરવવો જોઇએ. ઘણાં લોકો વાળમાં એકદમ જડતાથી એટલે કે વજન આપીને કાંસકો ફેરવતા હોય છે જેના કારણે પણ વાળ વધારે ખરે છે અને ડેમેજ થાય છે. વાળમાં જ્યારે પણ કાંસકો ફેરવો ત્યારે ખાસ કરીને બે ભાગમાં વહેંચી લો. આમ કરવાથી વાળને નુકસાન ઓછુ થાય છે. આ સાથે જ સૌથી પહેલાં વાળમાં નીચેથી ગૂંચ કાઢો. આમ કરવાથી વાળ ડેમેજ થતા અટકે છે.