લંડન: બ્રિટનની રાજધાની લંડનમાં પિતા-પુત્રના સંબંધોને શરમથી માથું ઝુકી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આરોપી પિતાને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. જે પિતાએ તેને વર્ષો સુધી પાલન પોષણ કર્યું, તે જ યુવકે પળભરમાં દારુના નશામાં ચૂર થઈને શેમ્પેઈનની બોટલોથી મારી નાખ્યા. પિતાને નિર્દયતાપૂર્વક મારનારા આ શખ્સનું નામ ડીકન પોલ સિંહે છે. ડીકન પોલ સિંહ પોતાના પિતા અર્જન સિંહની સાથે ઉત્તરી લંડનના સાઉથગેટમાં રહેતા હતા.
કોર્ટે સંભળાવી આજીવન કેદની સજા
આપને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો વર્ષ 2021 ઓક્ટોબ મહિનાનો છે. તો વળી આ વર્ષે જાન્યુઆરીમાં કોર્ટે ડીકન પોલ સિંહને દોષિત ઠેરવ્યો અને હાલમાં જ કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી. પોલીસે ઘટનાસ્થળથી પોલીસે શેમ્પેઈનની 100 બોટલો, વ્હીસ્કીની બોટલોની 10 ડિલીવરી બોક્સ અને બિસ્તર પર સ્કોટની એક ખાલી બોટલ મળી હતી. પોલીસે વૃદ્ધના મોતની જાણકારી આપી છે. ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અર્જન સિંહને મૃત હાલતમાં જોયા. જ્યારે તેનો દીકરો ડીકન પોલ સિંહ ત્યાં જ પોતાના પિતા પાસે નગ્ન અવસ્થામાં દારુની બોટલા સાથે પડ્યો હતો.
કોર્ટે કરી આ ટિપ્પણી
પોલીસે જ્યારે આ મામલાની તપાસ શરુ કરી તો ચોંકવાનારા ખુલાસા સામે આવ્યા. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, ડીકન પોલ સિંહ વિગની કરતૂતે આખા પરિવારને તબાહ કરી નાખ્યો. એલા માટે તેને પોતાના પરિવારના નુકસાન માટે સજા મળવી જોઈએ. તે પોતાના આ કાંડને લીધે આજીવન જેલમાં સમય વિતાવશે.