Windfall Tax: સરકારે ભારતમાં ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર બાદ નવા દરો પણ 16 ફેબ્રુઆરી એટલે કે આજથી લાગુ થઈ ગયા છે. ભારતમાં ક્રૂડ ઓઈલ ઉત્પાદક કંપનીઓ એટલે કે ONGC પર વિન્ડફોલ ટેક્સ 5050 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 4350 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. સરકારે ગુરુવારે આ અંગેની માહિતી આપી હતી.
ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ 5050 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 4350 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. ડીઝલ 7.50 રૂપિયા પ્રતિ ટનથી ઘટીને 2.50 રૂપિયા પ્રતિ ટન થયું છે. ATF પર વિન્ડફોલ ટેક્સ 6 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 1.50 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે.
વિન્ડફોલ ટેક્સ શું છે?
વિન્ડફોલ ટેક્સ એ એક પ્રકારનો કર છે જે ઉત્પાદન કરનાર પર ચોક્કસ મર્યાદાથી વધુ નફા પર લાદવામાં આવે છે. ઇંધણની નિકાસ પરનો આ ટેક્સ રિફાઇનિંગ કંપનીઓને વિદેશી શિપમેન્ટમાંથી મળેલા માર્જિનને ધ્યાનમાં રાખીને લાદવામાં આવે છે. સામાન્ય રીતે આ રિફાઇનિંગ કંપનીઓની કિંમત અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત વચ્ચેનો તફાવત છે. કેન્દ્ર સરકારે 1લી જુલાઈના રોજ પ્રથમ વખત વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો.
ભારતમાં વિન્ડફોલ ટેક્સની શરૂઆત
નાણાકીય વર્ષે 2022-23માં 1 જુલાઈના રોજ ભારતમાં વિન્ડફોલ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. ભારત સહિત ઘણા દેશોમાં સરકારો ઉર્જા કંપનીઓ દ્વારા થતા જંગી નફા પર ટેક્સ વસૂલ કરે છે. ભારતમાં વિન્ડફોલ ટેક્સ 1લી જુલાઈના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.