fbpx
Tuesday, May 30, 2023

તન્મયતા આવે છે હાર્ટ એટેક? તત્ત્વોએ આનો જવાબ

અમદાવાદ: બદલાતી લાઇફસ્ટાઇલ સ્વાસ્થ્ય માટે જોખમ ઉભું કરી રહી છે. નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવવાના કેસ વધી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના કો ઓડીનેટર મુકેશ મહેશ્વરી ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, હાર્ટએટેકના કેસ વધવામાં મલ્ટીપલ્સ કારણો જવાબદાર છે. સ્ટ્રેસ , પ્રોસેસ ફૂડ, લાઇફસ્ટાઇલ જવાબદાર છે લોકો ધીમેધીમે  એક્સરસાઇઝથી દૂર જતા જાય છે. એસીમાં બેસવાની સાથે આપણું બેઠાડું જીવન થઈ ગયું છે. મહત્વનું કારણ એ પણ છે કે, કોરોનાની પોસ્ટ ઈફેક્ટ, કોરોના થયા બાદ સારું થઈ જાય છે પરંતુ સારું થઈ ગયું એવું માની લેવું નહિ. કોરોના બાદ નાની-નાની જે ધમની શિરા હોય એની અંદર બ્લડ કલોટિંગ થાય એટલે જામી જાય અને એ પછી ગમે ત્યારે છૂટું પડે અને હાર્ટ એટેક આવે એવા ઘણા બધા કિસ્સા નોંધાયેલા છે. જેના કારણે નાની ઉંમરમાં હાર્ટ એટેક વધારે આવી રહ્યા છે. જે ખૂબ મોટી ચિંતાનો વિષય છે.

એક્સરસાઇઝ અથવા વોક કરતા હોય અથવા તો ક્રિકેટ રમતા હોય તેવા સંજોગોમાં પણ હાર્ટ એટેક આવી જાય છે.  તેનું પણ કારણ છે કે, બોડી એક લેવલ પર સ્ટ્રેસ સહન કરવા ટેવાયેલી હોય છે અને અચાનક બોડી પર સ્ટ્રેસ વધી જાય છે. બ્લડ સપ્લાય રોકાય જાય છે તેના કારણે હાર્ટ એટેક આવી શકે છે.

સારા સ્વાસ્થ્ય માટે શું ધ્યાન રાખવું જોઈએ

યોગ, પ્રાણાયામ કરવા જોઈએ. જિંદગીમાં નિયમિતતા લાવી જોઈએ. ટાઈમસર સુઈ જવું જોઈએ અને ટાઈમસર ઉઠવું. થોડી હળવી એક્સરસાઇઝ કરવી, ઓછામાં આછું પ્રોસેસ ફૂડ ખાવું જોઈએ, ઘરનું રાંધેલું ગરમ તાજી વસ્તુ ખાવી જોઈએ. જેના કારણે હાર્ટ એટેકને આવતા ચોક્કસ પ્રિવેન્ટ કરી શકો છો.

કોઈપણ જાતનો અતિશય થાક લાગવા માંડે,  તમારું કોન્સન્ટ્રેશનના રહે, પ્રોપર તમને કોઈ જાતના બીજા કોમ્પ્લિકેશન થાય, તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જે લોકોને ઘરમાં કોઈપણ જાતની હિસ્ટ્રી હોય, ફાધર મધર અને કોઈને પણ હાર્ટ એટેક નાની ઉંમરમાં આવ્યો હોય અથવા  ડાયાબિટીસ થયેલો હોય આ બધા એક રિસ્પેકટર છે.

એ લોકોને જીનેટીકલી પણ આ ડીસીસ ટ્રાન્સમિટ થઈ જવાની પૂરેપૂરી શક્યતા હોય છે. તો આવા લોકોએ રેગ્યુલર બોડી ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. ડોક્ટરની સલાહ લઈ સ્વાસ્થ્યની કાળજી રાખવી શકીએ.

Related Articles

નવીનતમ