શિયાળાની ઋતુ (Winter Season)માં આપણા પગ મોટાભાગે મોજા અથવા પગરખામાં બંધ રહે છે. જેના કારણે ઘણા લોકોને પગમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા (Smelly Feet Problem) થાય છે. તેને બ્રોમોડોસિસ (foot odour or bromodosis) તરીકે પણ ઓળખવામાં આવે છે.
પગ લાંબા સમય સુધી પેક રહેવાના કારણે પરસેવો, બેક્ટેરિયા અને ફૂગ જમા થઈ શકે છે, જે પગમાં દુર્ગંધનું કારણ (Causes for Smelly Feet) બની શકે છે. જો કે, શિયાળામાં પગની દુર્ગંધને રોકવા અને દૂર કરવા માટે ઘણા ઉપાયો (Tips to Get Rid of Smelly Feet in Winters) કરી શકાય છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
સ્વચ્છતા
સૌ પ્રથમ અને સૌથી અગત્યનું સ્ટેપ છે, સારી સ્વચ્છતા જાળવવી. આનો અર્થ એ છે કે તમારા પગને નિયમિતપણે ધોવા અને સૂકવવા, ખાસ કરીને તમારા અંગૂઠાની વચ્ચે જ્યાં બેક્ટેરિયા અને ફૂગ થાય તેવી સંભાવના છે. તમારા પગને ધોવા માટે સાબુ અને પાણીનો ઉપયોગ કરો અને તેને સંપૂર્ણપણે સૂકવો ખાસ કરીને તમારા અંગૂઠાની વચ્ચે જગ્યા એકદમ શુષ્ક અને સ્વચ્છ રાખવી. પગરખાની જુદી જુદી જોડીઓ પહેરવી તે પણ એક સારો ઉપાય છે, જેથી તેમને ફરીથી તે પગરખા પહેરતા પહેલા તેને સાફ કરીને સૂકવવાનો સમય મળી રહે.
કોટન કે ઊનના મોજા પહેરો
બીજો ઉપાય છે કે તમે જે મોજા પહેરો છો તે યોગ્ય પ્રકારનાં હોય. નાયલોન અને પોલિએસ્ટર જેવા કૃત્રિમ પદાર્થોના મોજા પહેરવાનું ટાળો, તે તમારા પગમાં થતો પરસેવો સૂકવી શકશે નહીં. તેના બદલે કોટ અથવા ઊન જેવા કુદરતી રેસાઓમાંથી બનેલા મોજાં પહેરવાનો આગ્રહ રાખો. જે પરસેવો દૂર કરવામાં મદદ કરશે અને તમારા પગને શુષ્ક રાખશે. ઉપરાંત, જો તમને પગમાં વધુ પડતો પરસેવો વળતો હોય તો દિવસમાં ઓછામાં ઓછું એક કે બે વખત તમારા મોજાં બદલવાનો આગ્રહ રાખો.
સિન્થેટિક મટીરિયલનો ઉપયોગ ટાળો
યોગ્ય પ્રકારના મોજા પહેરવા ઉપરાંત યોગ્ય પ્રકારના શૂઝની પસંદગી કરવી પણ ખૂબ જરૂરી છે. સિન્થેટિક મટીરિયલમાંથી બનેલા પગરખા પહેરવાનું ટાળો અને નેચરલ લેધર અથવા કેનવાસમાંથી બનેલા જૂતાની પસંદગી કરો. આ મટીરિયલમાં તમારા પગમાં હવાની અવરજવર રહેશે અને પરસેવો અને બેક્ટેરિયાને રોકવામાં મદદ કરશે. ઉપરાંત એવા પગરખાં ટાળો જે ખૂબ જ ટાઇટ હોય કારણ કે તેનાથી તમારા પગમાં વધુ પરસેવો થઇ શકે છે.
એન્ટી ફંગલ પાઉડર/સ્પ્રેનો ઉપયોગ
પગની દુર્ગંધને રોકવાની બીજી અસરકારક રીત એ છે કે એન્ટિફંગલ પાવડર અથવા સ્પ્રેનો ઉપયોગ કરવો. આ પ્રોડક્ટ્સ તમારા પગ પર અને તમારા પગરખાંમાં બેક્ટેરિયા અને ફૂગને દૂર કરવામાં મદદ કરી શકે છે. તે તમને સરળતાથી મળી રહે છે અને સીધા તમારા પગ પર અથવા તમારા પગરખાંની અંદર ઉપયોગમાં લઇ શકાય છે.
પેડિક્યોર
આ ઉપરાંત પગની કોઈ પણ દુર્ગંધની શક્ય તેટલી વહેલી તકે સારવાર કરવી પણ મહત્વપૂર્ણ છે. તેમાં તમે તમારા પગને ગરમ પાણી અને વિનેગરના મિશ્રણમાં થોડીવાર રાખી છે, જે ગંધ પેદા કરતા બેક્ટેરિયા અને ફૂગને બેઅસર કરવામાં મદદ કરશે. તમે દુર્ગંધને દૂર કરવા માટે ઓવર-ધ-કાઉન્ટર એન્ટિફંગલ ક્રીમ અથવા સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો.