fbpx
Tuesday, May 30, 2023

સવારમાં ઉઠીને રોજ આ કામ કરો, આઇસ્ટાઇન જેવી સિસ્ટમ થશે અને સ્ટ્રેસ રહેશો

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શરીરનું સૌથી મહત્વનું અંગ મસ્તિષ્ક હોય છે, પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે લોકો શારિરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે પરંતુ માનસિક અને મસ્તિષ્ક સ્વાસ્થ્યને પૂરી રીતે નજરઅંદાજ કરતા હોય છે. વઘતી ઉંમરની સાથે મગજ પર પણ એની અસર પડે છે. આ માટે વઘતી ઉંમરમાં અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. દિમાગને પણ શાર્પ રાખવુ ખૂબ જરૂરી છે. બ્રેનને તેજ અને શાર્પ બનાવવા માટે ખાનપાનનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. તમે તમારી ડેઇલી રૂટિન લાઇફમાં કેટલીક આદતોને બદલીને મગજને શાર્પ બનાવી શકો છો.

માત્ર ડ્રાય ફ્રૂટ્સ, ફળ, શાકભાજી અને જ્યૂસથી મગજ શાર્પ થતુ નથી. કેટલીક એવી આદતો પણ હોય છે જે તમારા મગજને બીજાની તુલનામાં બે ઘણી વધારે શાર્પ બનાવે છે. આમ, જો તમે આ આદતોને ફોલો કરો છો તો મગજ બીજા લોકોની તુલના કરતા શાર્પ થાય છે. આમ, જો તમે મેમરી અને હેલ્ધી બ્રેન બનાવવા ઇચ્છો છો તો આ આદતોને ફોલો કરો.

સવારમાં ઉઠીને મ્યૂઝિક સાંભળો

મ્યૂઝિક આપણાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. મ્યૂઝિકની સૌથી મોટી અસર મગજ પર પડે છે. આમ, મેન્ટલ હેલ્થ માટે મ્યૂઝિક સાંભળવુ ખૂબ જરૂરી છે. એક્સપર્ટનું માનીએ તો જે લોકો સવારમાં ઉઠીને રિલેક્સિંગ મ્યૂઝિક સાંભળે છે એમને આખો દિવસ એનર્જી રહે છે અને સાથે સ્ટ્રેસ લેવલ પણ ઓછુ થાય છે.

રિફાઇન્ડ શુગરથી દૂર રહો

રિફાઇન્ડ શુગર આપણાં મગજની હેલ્થ માટે અનેક રીતે નુકસાનદાયક છે. આમ, જો તમે સતત રિફાઇન્ડ શુગરનો ઉપયોગ કરો છો તો આનાથી મેમરી વીક થવાનો ખતરો વધી જાય છે. આ માટે મેમરીને બુસ્ટ કરવા ઇચ્છો છો તો રિફાઇન્ડ શુગરને તરત બંધ કરી દો.

તડકામાં બેસવાની આદત પાડો

ઘણાં લોકો એવા હોય છે જે એક જ રૂમમાં બંધ રહીને કામ કરતા હોય છે. તડકો શરીર ના મળવાને કારણે મગજ પર ખરાબ ઇમ્પેક્ટ પડે છે. જે લોકો દરરોજ થોડો સમય તડકામાં પસાર કરે છે એમનામાં ડોપામાઇન હોર્મોનનું લેવલ સારું રહે છે અને આનાથી બ્રેન સારી રીતે કામ કરે છે.

Related Articles

નવીનતમ