લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વેલેન્ટાઇન વીક દરમિયાન તમે પણ દિવસની શરૂઆત બદામ કુકીઝથી કરો. આજે ટેડી ડે..આ ખાસ દિવસે તમે પણ પાર્ટનરને બદામ કુકીઝ ઘરે બનાવો અને ખવડાવો. આ દિવસ માટે બદામ કુકીઝ એક પરફેક્ટ સ્વીટ ડિશ છે. બદામ કુકીઝ તમે ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકો છો. આ કુકીઝ બનાવવા માટે તમને વધારે સમય લાગતો નથી. જ્યારે તમે પાર્ટનરને આ કુકીઝ સર્વ કરશો તો એને મોટી સરપ્રાઇઝ મળશે અને એ ખુશ-ખુશ થઇ જશે. તો નોંધી લો તમે પણ આ રીત અને ઘરે બનાવો બદામ કુકીઝ..સાથે બેસીને માણો ખાવાની મજા.
સામગ્રી
બે કપ મેંદો
એક કપ બદામ
એક કપ માખણ
એક કપ બૂરું ખાંડ
બે ચમચી દૂધ
દોઢ ચમચી બેકિંગ પાવડર
બનાવવાની રીત
- બદામ કુકિઝ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં મેંદો ચાળીને લઇ લો.
- પછી બેકિંગ પાવડર ચાળીને લઇ લો.
-
- 10 થી 15 બદામ અલગ કરીને બદામને મિક્સર જારમાં નાંખો અને પીસી લો.
- આ બદામને હુંફાળા પાણીમાં નાંખો અને અડધો કલાક માટે રહેવા દો.
- નક્કી કરેલા સમય પછી બદામને પાણીમાંથી કાઢી લો અને લાંબા કટકા કરી લો.
- એક મોટું વાસણ લો અને એમાં માખણ નાંખીને સામાન્ય ગરમ કરી લો.
- માખણ પીગળી જાય એટલે એમાં બૂરું ખાંડ નાંખીને મિક્સ કરીને ફેંટી લો.
- પછી માખણ અને ખાંડના મિશ્રણમાં મેંદો નાંખો અને મિક્સ કરો.
- મિશ્રણ એકરસ થઇ જાય એટલે દરદરી પીસેલી બદામ અને બે ચમચી દૂધ નાંખીને મિક્સ કરી લો.
- આ મિશ્રણમાંથી લોટ ગૂંથી લો.
- એક થાળી તેમજ ટ્રે લઇને ઘીથી ગ્રીસ કરી લો.
- તૈયાર કરેલું મિશ્રણ થોડું હાથમાં લો અને ગોળ કરીને એને દબાવીને કુકીઝનો આકાર આપો.
- પછી આની પર બદામ ચોંટાડી દો.
- આ રીતે બધા જ મિશ્રણમાંથી કુકીઝ બનાવીને ટ્રેમાં મુકી દો.
- ઓવનને 180 પ્રીહિટ કરો અને એમાં કુકીઝની ટ્રે મુકીને 15 મિનિટ માટે બેક કરી લો.
- જ્યારે કુકીઝ બેક થઇ જાય એટલે ઓવનમાંથી બહાર કાઢી લો.
- તો તૈયાર છે ટેસ્ટી બદામ કુકીઝ.