શ્રીહરિકોટા: ઈસરોએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં આવેલ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી પ્રથમ લોન્ચ પૈડથી પોતાના સૌથી નાના યાન (SSLV-D2)ના બીજા સંસ્કરણનું આજે લોન્ચ થયું છે. આ લોન્ચિંગ સવારે 9.18 મીનિટ પર થયું હતું. ઈસરોએ કહ્યું કે, તેના નવા રોકેટ SSLV-D2 એ પોતાની 15 મીનિટની ઉડાન દરમિયાન 3 ઉપગ્રહો-ઈસરોના EOS-07,અમેરિકા સ્થિત ફર્મ Antaris નું Janus-1,અને ચેન્નાઈ સ્થિત અંતરિક્ષ સ્ટાર્ટઅપ SpaceKidz ના AzaadiSAT-2ને 450 કિલોમીટરની ગોળાકાર કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધું છે.
#WATCH | Andhra Pradesh: ISRO launches Small Satellite Launch Vehicle-SSLV-D2- from Satish Dhawan Space Centre at Sriharikota to put three satellites EOS-07, Janus-1 & AzaadiSAT-2 satellites into a 450 km circular orbit pic.twitter.com/kab5kequYF
— ANI (@ANI) February 10, 2023
ઈસરોના જણાવ્યા અનુસાર, એસએસએલવી લોન્ચ ઓન ડિમાન્ડના આધાર પર પૃથ્વીની નીચલી કક્ષાઓમાં 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોનું પ્રક્ષેપણ પુરુ કરે છે. રોકેટ SSLV-D2 ખૂબ જ ઓછા ખર્ચામાં અંતરિક્ષ સુધી પહોંચ આપે છે. ઓછી ટર્ન અરાઉંડ સમય અને કેટલાય ઉપગ્રહોને એક સાથે અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કરવામાં સક્ષમ છે. તેને આ રોકેટ ન્યૂનતમ લોન્ચ ઈંફ્રાસ્ટ્રક્ચરની માગ કરે છે. SSLV એક 34 મીટર લાંબુ, 2 મીટરવાળુ લોન્ચ વ્હીકલ છે, જેનું ઉત્થાન ભાર 120 ટન છે. રોકેટને 3 સોલિડ પ્રોપલ્શન સ્ટેજ અને 1 વેલોસિટી ટર્મિનલ મોડ્યૂલ સાથે કોન્ફિગર કર્યું છે.
#UPDATE | SSLV-D2/EOS-07 Mission is accomplished successfully. SSLV-D2 placed EOS-07, Janus-1, and AzaadiSAT-2 into their intended orbits: ISRO
— ANI (@ANI) February 10, 2023
એસએસએલવીનું પ્રથમ પરીક્ષણ ઉડાન ગત વર્ષે 9 ઓગસ્ટના રોજ આંશિક રીતે નિષ્ફળ રહ્યું હતું. જ્યારે પ્રક્ષેપણ યાનના ઉપરી ભાગે વેલોસિટીમાં કમીના કારણ ઉપગ્રહને વધારે અંડાકાર અસ્થિર કક્ષામાં પહોંચાડી દીધું હતું. ઈસરોના જણાવ્યા અનુસાર, આ પરીક્ષણની નિષ્ફળતા તપાસથી એ પણ ખબર પડે છે કે, રોકેટના બીજા તબક્કામાં અલગામ દરમિયાન ઈક્વિપમેન્ટ બે ડેક પર એક નાના ગાળા માટે કંપન પણ થયું હતું. વાઈબ્રેશને રોકેટના ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમને પ્રભાવિત કરી. ફોલ્ટ ડિટેક્શન એન્ડ આઈસોલેશન સોક્ફટેવરનું સેન્સર પણ પ્રભાવિત થયું હતું.