લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે દરેક લોકોને એવું થતુ હોય છે કે આજે સાંજની રસોઇમાં શું બનાવીશું. સાંજની રસોઇ અને સવારનો નાસ્તો એવો પસંદ કરવામાં આવે છે જે ફટાફટ બની જાય અને ખાવાની મજા આવે. આમ, જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો આજે અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ. સામાન્ય રીતે મમરા દરેક લોકોને ભાવતા હોય છે. આમ, daily_food_143 યુઝરનેમથી બનાવેલું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મસ્ત રેસિપી શેર કરવામાં આવી છે. જે છે મમરાની ઉપમા. તમે પણ ક્યારે મમરાની ઉપમા ખાધી નહીં હોય. તો આ વિડીયો જોઇને તમે પણ સરળતાથી ઘરે બનાવી શકો છો.
સામગ્રી
4 લીલા મરચા
લીમડાના પાન
એક ડુંગળી
આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો ડુંગળીના કુલચા અને છોલે સાથે ખાઓ
2 ચમચી છીણેલું ગાજર
એક ચમચી કોથમીર
બે ચમચી મગફળી
એક ચમચી નારિયેળની છીણ
અડધી ચમચી હળદર
3 ચમચી ચણાની દાળ
કાળુ મીઠું
તેલ
બનાવવાની રીત
- મમરાની ઉપમા બનાવવા માટે સૌ પ્રથમ મમરાને એક મિનિટ માટે પાણીમાં પલાળી દો.
- પછી એમાંથી પાણી કાઢીને એક પ્લેટમાં લઇ લો.
આ પણ વાંચો:સાત ધાનનો ખીચડો આ રીતે ઘરે બનાવો
-
- મિક્સરમાં નારિયેળ, લસણની કળી, કાળુ મીઠુ અને 3 ચમચી ચણાની દાળ નાંખો અને પીસી લો.
- હવે એક પેન લો અને એમાં 3 ચમચી તેલ ગરમ કરવા માટે મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે ડુંગળી અને ચણાની દાળ શેકી લો.
- લીમડાના પાન અને લીલા મરચા નાંખો.
- અડધી ચમચી હળદર મિક્સ કરી લો.
- મગફળી અને ગાજર નાંખીને મિક્સ કરી લો.
- આ બધી જ વસ્તુઓને 3 મિનિટ સુધી થવા દો.
- છેલ્લે મમરા, કોથમીર અને કાળુ મીઠું નાંખીને મિક્સ કરી લો.
- મિક્સરમાં પીસેલો પાવડર નાંખો અને મિક્સ કરી લો.
- તો તૈયાર છે મમરાની ઉપમા.
- મમરાની ઉપમા રેસિપીની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ઝડપથી ઘરે બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે.
- મમરાની ઉપમા એક નવી રેસિપી છે, જે તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે.
- તો તમે પણ મોડુ કર્યા વગર જલદી આ મમરાની ઉપમા ઘરે બનાવો અને ખાવાની મજા માણો.