લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જેટલાં પણ લોકો ઊંઘતા પહેલાં મોબાઇલમાં વોટ્સએપ અપડેટ, ઇન્સ્ટાગ્રામ ફિડ તેમજ ફેસ પોસ્ટ વારંવાર ચેક કરવાની આદત છે એમના માટે આ મહત્વના સમચાર છે. આ ખબર એમના માટે છે જેમને મોબાઇલની લત વધારે છે. તમે વિચારો કે લાઇટ્સ બંધ કરી દીધી અને તમે રાત્રે ઊંઘતા પહેલા મોબાઇલ ચેક કરવા લાગ્યા અને અચાનક જ તમને દેખાવાનું બંધ થઇ જાય તો? આ વાત સાચી પડી છે.
હૈદરાબાદની એક 30 વર્ષની મહિલાનું આ કામ રૂટીન હતું. જો કે અચાનક એક રાત્રે એને બિલકુલ દેખાતુ બંધ થઇ ગયું. ડોક્ટરે આ પરિસ્થિતિને Computer Vision Syndrome નું નામ આપ્યુ છે. કલાકો સુધી સ્ક્રીન પર જોઇ રહેવાથી આ બીમારીઓનું લિસ્ટ બહુ લાંબુ થઇ જાય છે અને એની સૌથી ખરાબ અસર આંખો પર પડે છે.
સ્ક્રીન પર સતત જોઇ રહેવું આંખો માટે જોખમ
zeenews.india અનુસાર એમ્સના આંખોના રોગ વિભાગના અનુમાન પરથી સ્કૂલના બાળકો પણ મોબાઇલની સ્ક્રિનમાં સતત ચોંટેલા રહે છે જેના કારણે એમની આંખોની રોશની ધીરે-ધીરે ઓછી થતી રહી છે. 2015માં કરવામાં આવેલા 10 ટકા સ્કૂલના બાળકોમાં માયોપિયાની બીમારી જોવા મળી હતી, આમ 2050 સુધી ભારતના લગભગ 40 ટકા બાળકોમાં આ બીમારી જોવા મળી શકે છે. આ બીમારીમાં પાસેની વસ્તુઓ તો દેખાય છે પરંતુ દૂરની વસ્તુઓ ધૂંધળી દેખાય છે. પરંતુ શું તમે જાણો છો આવું કેમ થાય છે?
દૂરનું ઝાંખુ દેખાવવાની સમસ્યા
ઘરમાં પેરેન્ટ્સ સામાન્ય રીતે બોલતા હોય છે ટીવીની સામે બહુ જોશો નહીં, આંખો નબળી થઇ જશે. સ્ક્રીન પર ફોક્સ કરતા રહેવાને કારણે દૂરનું દેખાવાનું ઝાંખુ થતુ જાય છે.
સર્વેમાં મોટો ખુલાસો થયો
જો કે આ માત્ર બાળકોમાં જ નહીં, પરંતુ મોટા લોકોમાં પણ મોબાઇલ જોવાને કારણે આ સમસ્યા વધતી જાય છે. જો કે મોટાભાગનાં લોકો બહાના બનાવતા હોય છે કે મોબાઇલ કામને કારણે જરૂરી થઇ ગયો છે, પરંતુ આ વાતની પોલ એક મોબાઇલ કંપનીએ ખોલી નાંખી છે.
એક મોબાઇલ કંપનીના સર્વે અનુસાર, ફોનમાં સમય પસાર કરતા લોકોમાં 76 ટકા લોકો ફોટો અને વિડીયો દેખવા માટે સાઇટ્સનો ઉપયોગ કરતા હોય છે. 72 ટકા લોકો જૂના મિત્રો સાથે કનેક્ટ રહેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે 68 લોકો અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને બાખીના 66 લોકો મનોરંજન માટે ફોનનો ઉપયોગ કરતા હોય છે.