લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પૂરી એક ભારતીય પારંપરિક પકવાન છે જે અનેક ઘરોમાં તહેવાર દરમિયાન તેમજ કોઇ પણ પ્રસંગોમાં બનાવવામાં આવે છે. પૂરીને શાક સાથે તેમ જ અથાણાં સાથે ખાઓ છો તો પણ મજા આવે છે. આમ, તમે પૂરી અથાણાં અને શાક સાથે તો બહુ ખાધી હશે, પરંતુ આજે અમે તમને વધેલી પૂરીમાંથી એક રેસિપી જણાવીશું..જે છે પૂરી પિઝા. આ એક એવી વાનગી છે જે મોટાથી લઇને નાના..એમ દરેક લોકોને ભાવતી હોય છે. આ રેસિપી તમે ખૂબ જ ઝડપથી ઘરે તૈયાર કરી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પૂરી પિઝા.
સામગ્રી
4 પૂરી
બે ચમચી પીઝા સોસ
બે ચમચી પનીર
જરૂર મુજબ ચીઝ સ્પ્રેડ
એક શિમલા મરચું
એક ડુંગળી
એક મોટી ચમચી કોર્ન
અડધી નાની ચમચી ઓરેગાનો
એક નાની ચમચી ચીલી ફ્લેક્સ
એક કપ મોઝરેલી ચીઝ
જરૂર મુજબ બટર
બનાવવાની રીત
- પૂરી પિઝા બનાવવા માટે સૌ પ્રથમ શિમલા મરચા અને ડુંગળીને ઝીણી સમારી લો.
- પછી પનીરના ઝીણાં કટકા કરી લો અથવા છીણી લો.
-
- પછી પૂરીને બટરથી સારી રીતે ગ્રીસ કરી લો.
- એક તવી ગરમ કરવા માટે મુકો એને એમાં પુરીને શેકી લો.
- ગેસ બંધ કરીને પૂરી પર થોડુ ચીઝ નાંખીને સ્પ્રેડ કરી લો.
- પૂરી પર એકદમ પાતળા લેયરમાં પિઝા સોસ નાંખો અને સ્પ્રેડ કરો.
- ઉપરથી છીણેલું ચીઝ અને પનીર નાંખો.
- આ પ્રોસેસ થઇ જાય પછી કટ કરેલા શિમલા મરચા, ડુંગળી અને બાફેલી મકાઇ નાંખો.
- આમ એક પછી એક બધી જ વસ્તુઓ નાંખીને પૂરીને કવર કરી લો.
- તવી ગરમ કરવા માટે મુકો એને એની પર બટર નાંખો.
- બટર પીગળી જાય એટલે પૂરીને 5 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.
- ચીઝ પૂરી રીતે પીગળી જશે અને ક્રિસ્પી થઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો.
- તો તૈયાર છે સ્વાદિષ્ટ પૂરી પિઝ્ઝા.
- ઉપરથી તમે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એડ કરી શકો છો.