નંબર 1:
1, 10, 19 અને 28 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 હોય છે. આ લોકો દિવસ દરમ્યાન કાનૂની બાબતોમાં જટિલતાઓનો સામનો કરી શકે છે. જેના કારણે દિવસ ધીમી ગતિનો લાગશે. કરાર કરવો, માર્ગદર્શકનું માર્ગદર્શન લેવું, વ્યૂહરચના બનાવવી, નવા સંબંધો સ્થાપિત કરવા અથવા ઇન્ટરવ્યુની તૈયારી કરવી આ તમામ બાબતોમાં આજે ગૂંચવણો અનુભવાઈ શકે છે. આજે તમે બધી પ્રશંસાનો આનંદ માણશો પરંતુ પૈસા મેળવવા અથવા કંપનીમાં લક્ષ્ય હાંસલ કરવાથી સાથીઓની ઈર્ષ્યાનો સામનો કરવો પડશે. સફળતા મેળવવા માટે ઓફિસમાં તમારા વરિષ્ઠ લોકો સાથે હાથ મિલાવો. કર્મચારી જીવનમાં તમારે આજે ડિપ્લોમેટિક બનવું પડશે. ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાથી લાભ થશે.
માસ્ટર કલર- ક્રીમ
લકી દિવસ- સોમવાર
લકી અંક: 1
દાન: આશ્રમમાં ઘઉંનુ દાન કરો
નંબર 2
2જી, 11મી, 20મી અને 29મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે. આજે તમારે વિજાતીય પાત્ર સાથે કોઈપણ ચર્ચામાં વપરાતા શબ્દોથી સાવધાન રહેવાની જરૂર છે. આ દિવસોમાં તમારું જીવન તમારી યોજનાઓ વિરુદ્ધ જાય છે. આજને દિવસ તમે સંગીત સાથે શરૂ કરી શકો છો. આ સાથે જ પોતાના સાથી સાથે શોપિંગનો આનંદ માણી શકો છો. કરાર અથવા ટેન્ડરમાં પ્રવેશવાનો શ્રેષ્ઠ દિવસ છે. કાર્યસ્થળ પર વિરોધીઓને હરાવવા માટે ડિપ્લોમેટિક કોમ્યુનિકેશન જરૂરી છે. પ્રિયજનો સાથે ભાવનાત્મક સમય વિતાવવા માટે પણ સારો દિવસ છે. આજે તમારા સપનાઓ વાસ્તવિકતામાં બદલાવા માટે યોગ્ય દિવસ નથી, તેથી ધીરજ રાખો. આજે વધુ પ્રમાણમાં પાણી પીવો. ભગવાન શિવ અને ભગવાન ચંદ્રના વિશેષ અનુષ્ઠાન અને પૂજા કરો.
માસ્ટર કલર- સફેદ
લક દિવસ- સોમવાર
લકી અંક- 2
દાન: પશુ અને ભિક્ષુકને દૂધ દાન કરો
નંબર 3
3જી, 12મી,22મી અને 30મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. આજે તમારા લગ્નના પ્રસ્તાવો આવી શકે છે. જે તમારા ભવિષ્ય માટે ભાગ્યશાળી સાબિત થશે. કૃપા કરીને તમારા સામાનની સંભાળ રાખો અને મિલકત સંબંધિત બાબતો પર પુનર્વિચાર કરો. દિવસ મૌખિક અથવા લેખિત વાતચીત દ્વારા આત્મ અભિવ્યક્તિઓથી ભરેલો છે. ભૂતકાળની ઘટનાઓ ભૂલી જાઓ અને દિવસને શ્રેષ્ઠ બનાવવા માટે ખુલીને તમારા દિલની વાત કરો. તમારા મિત્રોને ઈમ્પ્રેસ કરવા અને સામાજિક બનવા માટે સારો દિવસ રહેશે. જો તમે નૃત્ય, રસોઈ, ડિઝાઇન, અભિનય, શિક્ષણ અથવા ઑડિટીંગમાં હોવ તો પ્રતિભા દર્શાવવાનો સમય છે. ફાઇનાન્સ અને સરકારી પરીક્ષાના વિદ્યાર્થીઓ આજે તેમના માર્કસનો આનંદ માણી શકે છે.
માસ્ટર કલર- પીચ
લકી દિવસ- ગુરુવાર
લકી અંક – 3 અને 7
દાન: મંદિરમાં કુમકુમનુ દાન કરો
નંબર 4
4થી, 13, 22, 31 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે. આજે ખર્ચ અને નવા રોકાણ પર નિયંત્રણ રાખો. આજનો દિવસ વ્યવસાયિક યોજનાઓના કાર્યોથી ભરેલો છે. તમારા ગ્રાહકોની રજૂઆતો અદ્ભુત અને પ્રશંસાપાત્ર હશે. મોટાભાગનો સમય માર્કેટિંગમાં પસાર કરવો જોઈએ જેથી લાભ થશે. જો મુસાફરી કરતા હોવ અથવા મશીનો સાથે વ્યવહાર કરતા હોવ તો સાવચેત રહો. અંગત સંબંધોના વાત કરવામાં આવે તો તે પણ આજે કોઈપણ મૂંઝવણ વગર સામાન્ય રહેશે. કેસરની મીઠાઈઓ અને મોસંબીનુ સાવન કરો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા લીલોતરી અને ખુલ્લા વાતાવરણમાં સમય વિતાવવો જરૂરી છે.
માસ્ટર કલર- સ્કાય બ્લૂ
લકી દવસ- મંગળવાર
લકી અંક 9
દાન: મિત્રને તુલસીનો છોડ દાન કરો
નંબર 5
5, 14 અને 23 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. તમારે ઘરની ઉત્તર દિવાલમાં ફુવારો રાખવો જોઈએ. આજે તમારા પૈસા અથવા સ્વતંત્રતાનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળો. અન્યને નુકસાન થાય તેવી શક્યતા હોય તેવા વિચારો કોઈને જણાવતા પહેલા તેના પર વિચાર કરો અને આવા વિચારો પર નિયંત્રણ રાખો. તમારું વલણ તમારા નિર્ણયોના જોખમને ઓવરટેક કરી શકે છે, આવું ન થાય તેનુ ધ્યાન રાખો. આજે કરવામાં આવતા તમામ રોકાણો જોખમ મુક્ત છે, તેથી આગળ વધો અને રોકાણ કરો. સી ગ્રીન પહેરવાથી મીટિંગમાં મદદ મળશે. ઈન્ટરવ્યુ અને પ્રપોઝલ માટે ખુશીથી આગળ વધો. મિલકત સંબંધિત નિર્ણયો પણ આજે પરફેક્ટ લાગે છે. પ્રવાસ પ્રેમીઓ વિદેશ પ્રવાસ કરી શકે છે ખાણી-પીણીમાં શિસ્ત આજે જરૂરી છે.
માસ્ટર કલર- સી ગ્રીન
લકી દિવસ- બુધવાર
લકી અંક 5
દાન: અનાથોને લીલા ફળ દાન કરો
નંબર 6
6, 15 અને 24 તારીખે જન્મેલા લોકોનો મૂળઆંક 6 હોય છે. આજે સામૂહિક મેળાવડામાં રહેવાનું અને ખ્યાતિ મેળવવાનો દિવસ છે માટે આવી જગ્યાએ જવાનું યાદ રાખો. તમારી ઊર્જા અનંત છે, તેથી તેનો ઉપયોગ ફક્ત એક દિશામાં કરો. આજનો દિવસ તમામ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાનો દિવસ છે. બાળકો અને સહકર્મીઓનો સહયોગ મેળવીને તમે ધન્યતા અનુભવશો. ગ્લેમર, તાલીમ, નિકાસ આયાત, કાપડ, રિયલ એસ્ટેટ અને લક્ઝરી આઇટમ્સ સંબંધિત વ્યવસાય કરતા લોકોને આજે ખાસ નસીબનો સાથ મળશે. વાહન, મકાન, મશીનરી અથવા જ્વેલરી ખરીદવા માટે સારો દિવસ છે. ડેકોર, કોસ્મેટિક્સ, ગાર્મેન્ટ્સ ફૂડ અને શેરબજારમાં રોકાણ સાનુકૂળ રહેશે. સાંજે રોમેન્ટિક ડેટ ખુશીઓથી ભરેલા સપના લાવશે.
માસ્ટર કલર- એક્વા અને પીચ
લકી દિવસ- શુક્રવાર
લકી અંક 6
દાન: મંદિરમાં સફેદ મિઠાઈનુ દાન કરો
નંબર 7
7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હોય છે. ખાસ અને સારા નસીબ માટે ઓફિસના ટેબલ પર 5 સ્ટેપનો બામ્બૂ પ્લાન્ટ રાખો. પૈસાના સોદામાં તમારા જૂના સંપર્કો અને સ્માર્ટનેસનો અમલ કરવાનો આ દિવસ છે. આજે લીધેલા તર્કસંગત નિર્ણયોથી ધંધામાં જવાબદારીઓ ઓછી થશે. દિવસ ભાગીદાર અથવા ગ્રાહકો સાથે કોઈ સમાધાનની માંગણી કરતો નથી. વકીલોના સૂચનો સ્વીકારવાનો પ્રયાસ કરો કારણ કે તેનાથી ફાયદો થશે. લગ્નના પ્રસ્તાવો સાકાર થશે. શિવાલયની મુલાકાત લો અને ભગવાન ભોળાનાથનો અભિષેક કરો આમ કરવાથી તમને સફળતા મળશે. આવું કરવાથી તમારો નેપ્ચ્યુન મજબૂત થશે.
માસ્ટર કલર- સી ગ્રીન
લકી દિવસ- સોમવાર
લકી અંક 7
દાન: ગરીબોને ખાંડનુ દાન કરો
નંબર 8
8, 17 અને 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે. જો લગ્ન માટે યોગ્ય મેળ શોધવાની રાહ જોઈ રહ્યા છો, તો આજે એકદમ અનુકૂળ દિવસ છે. ફ્લેક્સિબલ વલણ રાખવાની અને આવેગથી દૂર રહેવાની જરૂર છે. સરકારી જોડાણોની શક્તિનો ઉપયોગ કરો. પૈસાની પતાવટ અને ડિપ્લોમેટિક અભિગમનો ઉપયોગ કરીને કાયદાકીય મામલાઓનો ઉકેલ કરવામાં તમને સક્ષમ રહેશો. જો કે ઈન્ટ્યુશન આજે વ્યવસાયિક સોદાઓને તોડવામાં મદદ કરે છે. તમારા જીવનસાથી તમારી સાદગીથી પ્રભાવિત થશે. વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં સફળ થશે. તમે આખો દિવસ ઘણા વ્યવહારો કરવામાં વ્યસ્ત રહેશો, તેથી દિવસનો અંત ખૂબ જ સંતોષ સાથે થશે. પશુઓ માટે દાન આજે આવશ્યક છે
માસ્ટર કલર- સી બ્લૂ
લકી દિવસ- શનિવાર
લકી અંક: 6
દાન: જરૂરિયાતમંદને પગરખા દાન કરો
નંબર 9
9, 18 અને 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. આજે ઉન્નત નસીબ માટે દિવસ દરમ્યાન લાલ પેનનો ઉપયોગ કરવાનું યાદ રાખો. લોકપ્રિયતા મેળવવામાં કોઈ અવરોધ નથી, ફક્ત તમારા અંતઃપ્રેરણાને સાંભળો અને આગળ વધો. જૂના વિવાદો અને મુદ્દાઓ ઉકેલવા માટે પરસ્પર વિશ્વાસને ધ્યાનમાં લેવો જોઈએ. પ્રેમમાં રહેલા લોકો આગળ વધીને તેમના પાર્ટનરને પ્રપોઝ કરી શકે છે. સારા ભાગ્યના કારણે વેપાર સંબંધો અને સોદા શક્ય થશે. રાજકારણ, પ્રવાહી, દવાઓ, ડિઝાઇનિંગ, મીડિયા, ફાઇનાન્સ અથવા શિક્ષણ ઉદ્યોગમાં લોકો જંગી વૃદ્ધિ કરશે. મુશ્કેલીમાં રહેલા લોકોની મુશ્કેલીઓ કાયમ માટે દૂર થઈ જશે. પ્રેમમાં રહેલા લોકો વચ્ચે વિવાદોને અંત આવશે. ખેલાડીઓના માતા-પિતાને તેમના બાળકો પર ગર્વ થશે.
માસ્ટર કલર- કેસરી
લકી દિવસ- મંગળવાર
લકી અંક: 9
દાન: મહિલા મિત્રને કોસ્મેટિક્સ દાન કરો
11મી ફેબ્રુઆરીના રોજ જન્મેલી હસ્તીઓ: ટીના અંબાણી, શર્લિન ચોપરા, મિમી ચક્રવર્તી, લુઈસ બેંક્સ, રજત કપૂર, ગોપી ચંદ નારંગ