fbpx
Saturday, June 3, 2023

મોટા સમાચાર: સમગ્ર રાજ્યના રાજ્યપાલનું રાજ્ય રાજપાની યાદી, મંજૂર 13 રાજ્યના બદલાવ, જુઓ લો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 13 રાજ્યોના રાજ્યપાલ, ઉપરાજ્યપાલની બદલી કરી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનું રાજીનામું મંજૂર કર્યું છે. તેમની જગ્યા પર ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવ્યા છે. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બીડી મિશ્રા લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવ્યા છે.

લદ્દાખના ઉપ રાજ્યપાલ રાધા કૃષ્ણ માથુરનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બીડી મિશ્રા લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવ્યા છે. ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસ મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા છે. પૂર્વ જસ્ટિસ એસ અબ્દુલ નઝીર આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બન્યા છે.

જોઈ લો આ રહી નવા રાજ્યપાલની યાદી

 • રિટાયર લેફ્ટિનેંટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈક અરુણાચલ પ્રદેશના નવા રાજ્યપાલ બન્યા
 • લક્ષ્મણ પ્રસાદ આચાર્યને સિક્કિમના રાજ્યપાલ બનાવ્યા
 • સીપી રાધાકૃષ્ણને ઝારખંડના રાજ્યપાલ બનાવ્યા
 • શિવ પ્રતાપ શુક્લ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા
 • ગુલાબ ચંદ કટારિયાને આસામના રાજ્યપાલ બનાવ્યા
 • જસ્ટિસ (સેવાનિવૃત) એસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રેદશના નવા રાજ્યપાલ બનાવ્યા
 • આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બિસ્વા ભૂષણ હરિચંદનને છત્તીસગઢના રાજ્યપાલ બનાવ્યા
 • છત્તીસગઢના રાજ્યપાલ સુશ્રી અનુસુઈયા ઉઈકેને મણિપુરના રાજ્યપાલ બનાવ્યા
 • મણિપુરના રાજ્યપાલ લા ગણેશનને નાગાલેન્ડના રાજ્યપાલ બનાવ્યા
 • બિહારના રાજ્યપાલ શ્રી ફાગૂ ચૌહાણને મેઘાલયના રાજ્યપાલ બનાવ્યા
 • હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને બિહારના રાજ્યપાલ બનાવ્યા
 • ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવ્યા
 • બ્રિગેડિયર બીડી. મિશ્રા (રિટાયર) અરુણાચલ પ્રદેશના રાજ્યપાલને લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવ્યા

Related Articles

નવીનતમ