Tuesday, October 3, 2023

વિખરાયેલા વાળ, ચહેરા પર બેચેની… સુશાંત સિંહ રાજપૂતનો છેલ્લો વીડિયો જોઈને ચાહકો આઘાતમાં

મુંબઈઃ 14 જૂન 2020નો અશુભ દિવસ ભારતીય બોલીવૂડ જગતના ચાહકો ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. સુશાંતના મૃત્યુથી સમગ્ર ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. 21 જાન્યુઆરી 1986ના રોજ પટનામાં જન્મેલા સુશાંતે બહુ ઓછા સમયમાં પોતાની ખાસ આગવી ઓળખ બનાવી લીધી હતી. સુશાંતના જન્મદિવસ પર ચાહકો ફરી એકવાર તેમના અભિનેતાને યાદ કરીને ભાવુક થઈ રહ્યાં છે. તમામ પાસાઓ તપાસ્યા છતા સુશાંતના મૃત્યુનું રહસ્ય હજુ પણ વણઉકેલાયેલું જ છે.

કમનસીબીની વાત છે. જો સુશાંત સિંહ રાજપૂત આજે જીવતો હોત તો તે પોતાનો 37મો જન્મદિવસ ઉજવતો હોત. સુશાંતના મૃત્યુ પછી રિયા ચક્રવર્તી સાથેના સંબંધો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નેપોટીઝમ, ડ્રગ્સ રેકેટ જેવા તમામ મુદ્દાઓની દેશની ટોચની ઈન્વેસ્ટીગેશન એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. અનેક મીડિયા ટ્રાયલ પણ થયા પરંતુ મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ રહસ્ય જ છે. આજના દિવસે અભિનેતાનો છેલ્લો વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને સુશાંતનો ચાહકોવર્ગ ફરી ચોંકી ઉઠ્યો છે.

સુશાંતનો વીડિયો જોઈ ચાહકો રડી પડ્યા !

સુશાંત સિંહ રાજપૂતનો આ વીડિયો તેનો છેલ્લો વીડિયો કહેવામાં આવી રહ્યો છે. થોડીક જ સેકન્ડના આ વીડિયોમાં સુશાંત પોતાના હોશમાં હોય તેવું લાગતું નથી. આ વીડિયોમાં સુશાંત સ્પષ્ટ રીતે બોલવાની સ્થિતિમાં પણ દેખાતો નથી, તે ગણગણાટ કરતો જોવા મળી રહ્યો છે. વિખરાયેલા વાળ, લથડતી જીભ દર્શાવે છે અભિનેતાની હાલત સારી નથી. આ વીડિયોમાં સુશાંત આઘાતમાં અને હેરાન-પરેશાન દેખાઈ રહ્યો છે.

ફરી સુશાંત માટે ન્યાયની માંગ ઉઠી

સુશાંત સિંહનો આ વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો અંકિતા લોખંડેને છોડવું ખરાબ માની રહ્યાં છે, તો કેટલાક લોકો ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આરોપ લગાવી રહ્યા છે. ચાહકો ફરી એકવાર તેમના પ્રિય અભિનેતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.

ફિલોસોફર હતો સુશાંત સિંહ

તેને વાંચવા-સમજવામાં ઘણો રસ હતો. માનવીય સંવેદનાઓ સિવાય તેને અલૌકિક દુનિયામાં પણ ખૂબ રસ હતો. તેઓ માત્ર અભિનેતા જ નહીં પરંતુ વૈજ્ઞાનિક અને ફિલોસોફર પણ હતા. સુશાંતના સપના બોલિવૂડ પૂરતા મર્યાદિત નહોતા. તે એરોપ્લેન ઉડવાનું, તીર મારવાનું, ડાબા હાથથી ક્રિકેટ રમવાનું અને બાળકોને અવકાશ વિશેની સમજ આપવાનું સપનું જોતો હતો. સુશાંતની એક ખાસિયત એ હતી કે જ્યારે તેનું કોઈ સપનું પૂરું થતું ત્યારે તે તેનું પણ રેકોર્ડિંગ કરીને ઉજવણી કરતો હતો.

Related Articles

નવીનતમ