કોલકાત્તા: કોઈ સગીરવયની બાળકીની પેન્ટી અને અંડરગાર્મેન્ટ ઉતારવી પણ બળાત્કાર સમાન માનવામાં આવશે. મંગળવારે કલકત્તા હાઈકોર્ટે 16 વર્ષ જૂના કેસમાં ચુકાદો આપ્યો હતો. તેની સાથે જ આરોપીને 3000 રૂપિયાનો દંડ ભરવાના નિર્દેશ પણ આપ્યા હતા. 7 મે વર્ષ 2007માં દક્ષિણ દિનાજપુરના બાલુરઘાટ જિલ્લા સત્ર ન્યાયાલયના નિર્ણયમાં રવિ રાય નામના એક વ્યક્તિને એક સગીર વિરુદ્ધ યૌન અપરાધનો દોષિત માનવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ આરોપ હતો કે રવિએ સાત મે 2007માં સાંજે સાડા છ વાગ્યે સગીરને આઈસક્રીમની લાલચ આપીને ઘરની નજીક સૂમસાન જગ્યા પર લઈ ગયા. તેના કપડા ઉતારીને દુષ્કર્મ કરવાની કોશિશ કરી પણ બાળકીએ બૂમો પાડતા સ્થાનિક લોકો આવી ગયા અને રવિને પકડી લીધો હતો.
બળજબરીપૂર્વક કપડા ઉતારીને સુવડાવવાની કોશિશ
દક્ષિણ દિનાજપુરના બાલુરઘાટ જિલ્લામાં 7મે 2007ના રોજ રવિ રાય નામના યુવકે સાંજના સાડા છ વાગ્યે લગભગ સગીર બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપીને ઘરની નજીકના આવેલા સૂમસાન જગ્યાએ લઈ ગયો. ત્યા તેને કપડા ઉતારીને દુષ્કર્મ કરવાની કોશિશ કરતા બાળકીએ બૂમો પાડી હતી. જેની સ્થાનિક લોકોએ રવિને પકડી લીધો. કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે, કોઈ સગીર બાળકીની પેન્ટી અને અંડરગારમેન્ટ બળજબરીપૂર્વક ઉતારવા તે દુષ્કર્મ બરાબર છે. ભલે તે મેડિકલની શરતો અનુસાર, આરોપી અથવા દોષિ દુષ્કર્મ ન કર્યું હોય. જસ્ટિસ અનન્યા બંધોપાધ્યાયની સિંગલ બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી. કોર્ટે રવિ રાયને 2008માં પશ્ચિમ દિનાજપુરની એક નિચલી કોર્ટે દોષિ ઠેરવ્યો હતો.
આરોપીને સાડા પાંચ વર્ષની સજા
નવેમ્બર 2008માં નિચલી કોર્ટે રવિને દોષિત ઠેરવતા સાડા પાંચ વર્ષની કેદની સજા ફટકારી. તેની સાથે જ આરોપી પર 3000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો. જેલમાંથી છુટ્યા બાદ રવિ જિલ્લા કોર્ટના આદેશ અનુસાર, કલકત્તા હાઈકોર્ટમાં પડકાર આપતા દાવો કર્યો કે, તેને ખોટા કેસમાં ફસાવામાં આવ્યો છે, જેનાથી તેની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. તેણે દાવો કર્યો કે, તેનો ઈરાદો છોકરી પ્રત્યે એક પિતાની માફક સ્નેહ કરવાનો હતો.
જબરદસ્તી કપડા ઉતારવા તે પ્રેમ નથી
જસ્ટિસ અનન્યાએ જો કે, નીચલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો અને કહ્યું કે, છોકરીને આઈસ્ક્રીમ ખવડાવવાનો ઈરાદો ખોટો હતો. તેમણે કહ્યું કે, દોષિએ ફક્ત પોતાની યૌન ઈચ્છાઓ પુરી કરવા માટે પીડિતાને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી હતી. જ્યારે પીડિતાએ દોષિતના કહેવા અનુસાર, પોતાની ઈનરવિયર ખોલવાની ના પાડી તો, તેણે જબરદસ્તી ઈનયરવિયર ઉતારી નાખી. તેને સ્નેહની અભિવ્યક્તિ માની શકાય નહીં. આ દુષ્કર્મના પ્રયાસ બરાબર છે. જો કે, મેડિકલ તપાસમાં આ સાબિત થયું છે કે, બાળકી સાથે દુષ્કર્મ થયું નથી. જસ્ટિસે કહ્યું કે, આખી ઘટના ભારતીય દંડ સંહિતાની કલમ 375 અંતર્ગત યૌન અપરાધના દુષ્કર્મ બરાબર છે.